ઇનફિનિક્સે ભારતમાં નોટ 12 સીરીઝ લૉન્ચ કરી,

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • અદભૂત ડિસ્પ્લેઃ 7 ઈંચની એઉએચડી+ એમોલેડ ડિસ્પ્લે, 92 ટકા સ્ક્રિન ટુ બોડી રેશિયો, 1000 નિટ્સની ચમક અને 180 હર્ટઝની સેંપલિંગ રેટ છે
  • પાતળા, હળવા અને સુવિધાજનકઃ તેનું વજન માત્ર 184.5 ગ્રામ છે, નોટ 12 ટર્બોનો આકાર ખૂબ જ પાતળો 7.9 એમએમ છે. નોટ 12.8 એમએમની સાઇઝનો છે. આ ડિવાઇસને સરળતાથી ચલાવવા માટે તેના કિનારે ફિંગર પ્રિંટ સેંસર આપવામાં આવ્યા છે, જેનાથી અનેક કામ કરી શકાય છે
  • જબરદસ્ત પરફોર્મંસઃ નોટ 12 એન્ડ્રોયડ 11 પર એક્સઓએસ 10.6ની સાથે સંચાલિત છે. તેને આધુનિક હીલિયો જી88 પ્રોસેસરમાંથી બેકએપ મળે છે. નોટ 12 ટર્બોનું સંચાલન એક્સઓએસ 10.6ની સાથે એન્ડ્રોયડ 12 પર થાય છે. તેને હીલિયો જી96 પ્રોસેસરમાંથી સપોર્ટ મળે છે.
  • મેમોરી વેરિએન્ટંસઃ નોટ 12 સ્માર્ટફોન 4જીબીનો છે (તેને વર્ચુઅલ રેમના માધ્યમથી 7 જીબી સુધી વધારી શકાય છે. આ ઉપરાંત 64 જીબી અને 6 જીબીના વેરિયંટમાં પણ મળે છે (જેને 11 જીબી સુધી વધારી શકાય છે) તેમાં 128 જીબીની ઇંટરનલ સ્ટોરેજની સાથે એલપીડીડીએર4 એક્સની રેમ છે. નોટ ટર્બો 8 જીબીનું ડિવાઇસ છે (જેની મેમોરીને 13 જીબી સુધી વધારી શકાય છે) (તેમાં 128 જીબીની સ્ટોરેજની સાથે એલપીડીડીઆર4 એક્સ રેમ છે)
  • વિશાળ બેટરીઃ આ 5000 એમએએચની બેટરીથી સજ્જ છે, બન્ને ડિવાઇસીસ ટાઇપ સી કેબલની સાથે 33 વોટની ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે મળે છે
  • એક્સિસ બેંકની ગ્રાહકો એક્સિસ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી સ્માર્ટફોનની ખરીદી કરવા પર તેના પર 1000 રૂપિયાની બચત કરી શકે છે
  • તમામ બેંકોની ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી તેની ચૂકવણી 3 અને 6 મહિનાના માસિક સરળ હપ્તામાં કરી શકાય છે (જેમાં એક્સિસ બેંક પણ સામેલ છે). ગ્રાહકો નોટ 12ની ખરીદીમાં બજાજ ફિનસર્વ ઈએમઆઈ અને ફ્લિપકાર્ટની પે લેટર સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. એક્સિસ બેંકના ગ્રાહકો 6 જીબીના નોટ 12ને 2000 રૂપિયા મહિનાની ઓછામાં ઓછી ઈએમઆઈ પર ખરીદી શકે છે.

 

નવી દિલ્હી : ટ્રાંસિયાન ગ્રપના પ્રીમિયમ સ્માર્ટફોમ બ્રાંજ ઇનફિનિક્સે નોટ કેટેગરીમાં સૌથી જબરદસ્ત ફોન યૂઝર્સને ઉપલબ્ધ કરાવવાની પરંપરાને જાળવી રાખી છે. હને ઇનફિનિક્સે નોટ શ્રેણીમાં કંપનીના સૌથી ચર્ચામાં રહેલા નોટ 12 સીરિઝના સ્માર્ટફોનને ભારચમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન્સે પોતાની પ્રીમિયમ અને જબરદસ્ત ફોનના રૂપમાં સ્થાપિત કરી દીધો છે. ઑલ ન્યૂ નોટ 12 અને 12 ટર્બોના સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ક્રમશઃ 27 અને 28 મેથી ઉપલબ્ધ થશે.

નોટ 12નો (4+ 64 જીબી)નો સ્માર્ટફોન 11,999 રૂપિયાની ઓછામાં ઓછી કિંમતે ઉપલબ્ધ હશે, જ્યારે (6+ 128 જીબી)નો સ્માર્ટફોમ 12,999 રૂપિયામાં મળશે. (8+128 જીબી)નો નોટ 12 ટર્બો સ્માર્ટફોન 14999 રૂપિયાની કિંમતમાં મળશે. જોકે, એક્સિસ બેંકના ગ્રાહકોને સ્માર્ટ ફોનની ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયાનું તત્કાલ વળતર મળશે. આ ઉપરાંત તેઓ (6+ 128 જીબી)નો સ્માર્ટફોન 2000 રૂપિયાની ઈએમઆઈમાં ખરીદી શકશે. તેના માટે તેમણે કોઇ વધારાની કિંમતની ચૂકવણી કરવાની રહેશે નહીં. અય ગ્રાહકો માચે પણ ઇનફિનિક્સે 3 અને 6 મહિનાના ઈએમઆઈ પર ફોન ખરીદવાની સુવિધા રાખી છે. (તેમાં એક્સિસ બેંક પણ સામેલ છે). બજાજ ફનસર્વ આએમઆઇ અને ફ્લિપકાર્ટ પે લેટરની સુવિધાનો લાભ ઉઠાવતા નોટ 12 (4 જીબી/ 6જીબી/ 8જીબી) મેમોરી વેરિયેંટ્સના સ્માર્ટફોન ખરીદી શકાય છે.

નોટ 12 અને નોટ 12 ટર્બો, બન્ને જ સ્માર્ટફોન ટોપ ફિચર્સથી સજ્જ છે. તેના ડિસ્પ્લે ખૂબ જ શાનદાર છે. ગેમિંગ ટેક્નોલોજી ખૂબ જ બેસ્ટ છે. તેમાં એક શક્તિશાળી પાવરફૂલ પ્રોસેસર, લેટેસ્ટ ઓએસ અને વિશાળકાય બેટરી છે, જે ગ્રાહકોને સ્માર્ટફોનનો ખૂબ જ અદભૂત અનુભવ આપે છે. નોટ 12 4જીબીના 2 વેરિયેંટ્સમાં આવે છે (તેમાં એક વેરિયંટનો 7 જીબી સુધી વિસ્તાર કરી શકાય છે. 64 જીબી અને 6જીબીના બીજા વેરિયંટના સ્માર્ટફોનની મેમોરીને 11 જીબી અને 128 જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન ત્રણ રંગો બ્લેક બ્લૂ, ફોર્સ બ્લેક અને સનસેટ ગોલ્ડમાં મળે છે. નોટ 12 ટર્બો સ્માર્ટફોન 8 જીબીમાં ઉપલબ્ધ હશે, જેની મેમોરીને 13 જીબી સુધી વધારી શકાય છે. આ 128 જીબીનો સ્ટોરેજ ફોમ છે. આ ત્રણ આકર્શક રંગોના વિકલ્પો સફાયર બ્લૂ, ફોર્સ બ્લેક અને સ્નોફોનમાં મળે છે.

ઇનફિનિક્સ ઈન્ડિયાના સીઓ શ્રી અનીશ કૂપે હાલમાં જ લૉન્ચ કરાયેલા ડિવાઇસિસ પર પોતાની વાત મૂકતા જણાવ્યું, “ઇનફિનિક્સે ગ્રાહકોને આધુનિક તકનીકના સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાના સિધ્ધાંતોની પરીક્ષા પર ખરા ઉતરતા નવી નોટ 12 સીરિઝનું નિર્માણ માટે પોતાની સિમાથી આગળ વધીને નવા ફિચર્સની શોધ કરી છે. ઇનફિનિક્સ નોટ સીરિઝના સ્માર્ટફોનની સાથે અમારો પ્રયાસ ગ્રાહકોને પ્રીમિયમ અને શ્રેષ્ઠત્તમ ડિઝાઇનના સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાનો છે, જે શુદ્ધ ડિઝાઇનિંગ, બેજોડ અનુભવ અને જબદસ્ત પરર્ફોમંસની તમામ જરૂરિયાતોને પૂરી કરતો હોય. નોટ 12 સીરિઝના માધ્યમથી અમે એવુ પરફેક્ટ સંતુલન બનનવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં ગ્રાહકોને કોઇ પણ પ્રકારનું કોઇ સમાધાન ન કરવું પડે. આ ગેમિંગ માટે દરેક સમયે તૈયાર રહેતો સ્માર્ટફોન છે. તેની કિંમતો ખૂબ જ સ્પર્ધાત્મક રાખવામાં આવી છે. નોટ 12 અ નોટ 12 ટર્બો, બન્ને સ્માર્ટફોન મીડિયા ટેક હેલિયો જી88 અને જી96 પ્રોસેસરથી સજ્જ છે, જે વિના કોઇ વિલંબે શાનદાર પરર્ફોમંસ આપે છે, નવી મીડિયાટેક પ્રોસેસર એમોલેડ ડિસ્પ્લે અને વાઇડ વાઇન એલ1ની સાથે મળે છે. તેનાથી આ સ્માર્ટફોન ગેમ રમતા સમયે કે કોઇ પણ એચડી કંટેટની સ્ટ્રીમિંગ કરતા સમયે ગ્રાહકોને સુવિધાજનક અને બેજોડ અનુભવ આપે છે. અમને વિશ્વાસ છે કે નોટ 12 અને નોટ 12 ટર્બો સ્માર્ટફોન યુવાઓની તમામ જરૂરિયાતોને પૂરી કરી શકશે અને તેઓ તેનાથી પોતાના તમામ કામ કરવામાં સક્ષમ હશે.”

અદભૂત ડિસ્પ્લે અને અવાજઃ ઇનફિનિક્સના નવા નોટ 12 સીરિઝના સ્માર્ટફોનમાં 6.7 ઈંચની એફએચડી+ એમોલેડ ડિસ્પ્લેની સાથે 1000 નિટ્,ની શ્રેષ્ઠ ચમક, 108 ટકાનો એનટીએશસી રેશિયો અને 100 ટકા ડીસીઆઈ પી3 કલર ગેમેટ છે, જેનાથી તે ખાતરીબદ્ધ થાય છે કે સ્ક્રિન પર ખૂબ જ શાનદાર રંગ ઉભરી આવે. ગ્રાહકોને અદભૂત રીતે કોઇ કંટેટ જોવાનો અનુભવ પુરો પાડવા માટે બન્ને ડિવાઇસિસ ડોપ નૉચ સ્ક્રિન અને 92 ટકા સ્ક્રિન ટુ બોડી રેશિયોની સાથે આવે છે. યૂઢર્સના ગેમ રમવાના અનુભવને વધુ વધારવા માટે ડિવાઇસ ગ્રાહકોને આંગળીઓ અને સ્ક્રિન પર ઉભરતા ડિસ્પ્લેની વચ્ચે 180 હટર્ઝની ટચ સેંપલિંગ રેટ સાથે અદભૂત તાલમેલ જાળવી રાખે છે. બન્ને ડિવાઇસીસને વાઇડવાઇન એલ 1થી પ્રમાણિત કરવામાં આવ્યા છે, જેનાથી બન્ને ડિવાઇસીસ પર અમેઝોન, હોટસ્ટાર અને નિટફ્લિક્સનું સુરક્ષિત કંટેટ પૂર્ણ રિઝોલ્યૂશનમાં પ્રસારિત થવાનું ખાતરીબદ્ધ થાય છે.

નોટ 12 સીરિઝના સ્માર્ટફોમ સુરક્ષિત અને અદભૂત કંટેટ જોવાનો અનુભવ યૂઝર્સને પ્રદાન કરે છે. તેમને સ્માર્ટફોન પર કોઇ ફિલ્મ કે કાર્યક્રમ જોતા શક્તિશાળી ઑડિયોનો અનુભવ થાય છે. તેમાં સિનેમાહોલની જેમ ડીટીએસ સરાઉંડ સાઉંડના ડબલ સ્ટીરિયો સ્પીકર છે.

નવી ડિઝાઇનઃ નોટ 12 અને નોટ 12 ટર્બોને સુંદરતા અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે, જેનાથી મોટી સ્ક્રિનના સ્માર્ટફોનને સુવિધાજનક રીતે ઉપયોગ કરી શકાય. તેનું વજન માત્ર 184.5 ગ્રામ છે. આ બન્ને ડિવાઇસીસ એન્ટી ગ્લેયર મેટે ફિનિશ બેક પેનલમાં કિનારાની સપાટ ફ્રેમની સાથે આવે છે. કેમેરા પેનલમાં મિરરને શામેલ કરવામાં આવ્યો છે. તેના સમગ્ર બેક પેનલ પર મેટે ફિનિશ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ અનોખુ અને બેજોડ છે. કેમેરા મૉડ્યુલને ઉપરની તરફ જમણી સાઇડમાં રાખવામાં આવ્યું છે, જ્યારે ઇનફિનિક્સનો લોગો સૌથી નીચા ભાગમાં પેનલના જમણા કિનારા પર અંકિત કરવામાં આવ્યો છે.

ફિંગર પ્રિન્ટ સેંસરઃ આ પ્રીમિયમ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન વિવિધ કામોમાં ઉપયોગ કરાતા કિનારે લગાવવામાં આવેલા ફિંગર પ્રિન્ટ સેંસરની સાથે આવે છે, જેનાથી ન માત્ર સ્માર્ટફોનને અલૉક કરી શકાય છે, પરંતુ તેને કોલ એટેંડ કરવા, એલાર્મ બંધ કરવા અને એપ્સને તુરંત સ્ટાર્ટ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

શાનદાર પરર્ફોમંસઃ પ્રોફેશનલ યૂઝર્સની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખતા ઇનફિનિક્સ નોટ 12 આધુનિક મીડિયાટેક હીલિયો જી 88 પ્રોસેસરથી સજ્જ કરવામાં આવ્યું છે, જ્યારે નોટ 12 ટર્બો શક્તિશાળી મીડિયટેક હીલિયો જી96 પ્રોસેસરની સાથે મળે છે, જેનાથી તે અદભૂત ગેમિંગ પરર્ફોમંસ યૂઝર્સને પુરૂં પાડવાની ખાતરી કરે છે. ગેમિંગ પરર્ફોમંસને આગામી લેવલે લઇ જવા માટે બન્ને ડિવાઇસીસને મીડિયાટેક હાઇપર એન્જિન 2.0 ગેમિંગ પ્રોસેસરથી સજ્જ કરવામાં આવ્યા છે. તેની ડારલિંક 2.0 ટેક્નોલોજી યૂઝર્સના ગેમિંગ પ્રત્યેના ઝુકાવને વધુ વધારે છે. તેના પર કોલ ઑફ ડ્યુટી, ફ્રી ફાયર, બેટલ ગ્રાઉન્ડ, એસ્ફાલ્ટ 9, લીજેંડ્સ જેવી હેવી ગેમ્સ સરળતાથી ચલાવી શકાય છે. હેવી ગેમ્સના ડિસ્પ્લેના સમયે તેની સ્ક્રિન ફાટતી નથી. તેમાં કુદરતી રંગ ઉભરે છે, જે ટચ પેનલની પરર્ફોમંસને વધુ વધારી દે છે. આ ખૂબ જ પ્રભાવી રીતથી ગેમ અને ચિપસેટની વચ્ચે સંસાધનોનું સક્ષમ ફાળવણી કરે છે. તેમાં લાંબા સમય સુધી ગેમ રમ્યા બાદ પણ મોબાઇલ ગરમ થતો નથી.

ગ્રાહકોને ગેમિંગ અને કોન્ટેંટ જોતા સમયે વિના કોઇ વિઘ્ને મોજ-મસ્તીનો અનુભવ પુરો પાડતા આ બન્ને ડિવાઇસિસમાં સ્ટોરેજ માટે ખૂબ જ સ્પેસ છે. આ એક ડેડિકેટેડ મેમોરી કાર્ડ સ્લોટની સાથે આવે છે, જેને 512 જીબી સુધી વધારી શકાય છે. નોટ 12નો સ્માર્ટફોન 4જીબીનો છે (જેને 7 જીબી સુધી વધારી શકાય છે. 64 જીબી અને 6 ડીબીના તેના બીજા વેરિયેંટના સ્માર્ટફોનની મેમોરીને 11 જીબી સુધી વધારી શકાય છે. તેમાં એસપીડીડીઆર4 એક્સ રેમની સાથે 128 જીબીનું ઇંટરનલ સ્ટોરેજ મળે છે. નોટ 12 ટર્બો 8 ડીબીનો સ્માર્ટફોન છે, જેની મેમોરીને 13 જીબી સુધી વધારી શકાય છે. તેમાં એસપીડીડીઆર4 એક્સ રેમની સાથે 128 જીબીનું સ્ટોરેડ મળે છે.

નવા એક્સઓએસ 10.6ના સપોર્ટથી આ સ્માર્ટફોન પર યૂઝર્સનવા ફિચર્સની સાથે સોફ્ટવેર યૂએક્સની સુવિધાજનક અનુભવ લઇ શકે છે. ઑલ ન્યૂ નોટ 12નું સંચાલન એન્ડ્રોયડ 11 પર થાય છે, જ્યારે નોટ 12 ટર્બોનું સંચાલન એન્ડ્રોયડ 12 પર કરી શકાય છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.