ઉત્તર ગુજરાત 60 દિવસ બાદ ગરમીનો પારો 38 ડિગ્રી નીચે આવ્યો

અરવલ્લી
અરવલ્લી

ઉત્તર ગુજરાત છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ધૂળની આંધીની ચપેટમાં આવ્યું છે. સોમવારે પણ આ સ્થિતિ યથાવત રહેતાં ગરમીનો પારો અઢી ડિગ્રી સુધી ઘટ્યો હતો. ઘનઘોર વાદળો અને ધૂળની આંધીને લઇ 60 દિવસ બાદ ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરનું તાપમાન 38 ડિગ્રીથી નીચે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત 24 એપ્રિલના દિવસે તાપમાનની આ સ્થિતિ જોવા મળી હતી. પ્રતિ કલાકે સરેરાશ 12 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયેલા પવન વચ્ચે ગરમીથી છુટકારો મળ્યો હતો. જો કે, પરસેવો છોડવતો ઉકળાટ યથાવત રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારએ પણ વાતાવરણની આ સ્થિતિ યથાવત રહેશે. બુધવારથી વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.