ન્યૂ બીએમડબ્લ્યુ એફ 850 જીએસ અને બીએમડબ્લ્યુ એફ 850 જીએસ એડવેન્ચર ભારતમાં લોન્ચ કરાઈ
ન્યૂ બીએમડબ્લ્યુ એફ 850 જીએસ અને ન્યૂ બીએમડબ્લ્યુ એફ 850 જીએસ એડવેન્ચર ભારતમાં આજે લોન્ચ કરવામાં આવી. લોકપ્રિય એડવેન્ટર મોટરસાઈકલ્સના બીએસ6 અવતાર કમ્પ્લીટ્લી બિલ્ટ-અપ યુનિટ્સ (સીબીયુ)તરીકે મળશે અને બીએમડબ્લ્યુ મોટરેડ ડીલરશિપ્સ ખાતે બુક કરી શકાશે. ડિલિવરી જૂન 2022ના રોજ ચાલુ થશે.
શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, બીએમડબ્લ્યુ ગ્રુપ ઈન્ડિયા કહે છે, “દુનિયાની કોઈ સીમા નથી અને જીએસ અજ્ઞાતમાં પ્રવાસ પર નીકળનારા રાઈડરો માટે બનાવવામાં આવી છે. તમારો પ્રવાસ તમને ગમે ત્યાં લઈ જાય તે છતાં તમારી ઉત્સુકતા મુક્ત રીતે દોડવા દેવા માટે સાથી સાથે ‘સ્પિરિટ ઓફ જીએસ’ અનુભવો. બીએમડબ્લ્યુ એફ 850 જીએસ અને બીએમડબ્લ્યુ એફ 850 જીએસ એડવેન્ચર બાઈક્સ તમારી ઓફફ- રોડ રાઈડિંગ મહત્ત્વાકાંક્ષાઓની ભૂખ સંતોષવા માટે ઉત્તમ રીતે પ્રવાહરેખામાં બનાવવામાં આવી છે. તેની વિસ્તારિત સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટ રેન્જ અને ખાસ એસેસરીઝ તમને ક્ષિતિજની પાછળ શું છે તેની આસાનીથી ખોજ કરાવે છે. આ જીએસ લીજેન્ડ્સ પડકાર ઝીલવા માટે તૈયાર કરાઈ છે. જ્યાં અન્યો પીઠ ફેરવી દે છે ત્યાં સવારી કરો અને પડકારોને તકોમાં ફેરવી દો.”