રાજ્યમાં અનલોક પછી કેસ વધતા અન્ય રાજ્યમાંથી મંજૂરી વિના અવર જવર પર 7 દિવસ સુધી પ્રતિબંધ

ગુજરાત
ગુજરાત

અનલોક-1ના 10માં દિવસે કોરોનાના 2537 કેસ વધવાના કારણે રાજસ્થાન સરકારે કડક વલણ અપનાવ્યું છે. હવે બીજા રાજ્યોમાંથી મંજૂરી વગર અવરજવર પર 7 દિવસ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. જો કે, પહેલા સરહદ સીલ કરવાની વાત કહેવામાં આવી હતી, પણ એક કલાક પછી જ કહેવાયું કે, અવરજવર પર 7 દિવસ સુધી પ્રતિબંધ રહેશે. જો કે, પહેલા સીમા સીલ કરવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ એક કલાક પછી જ કહેવામાં આવ્યું કે,અવરજવર સીલ નહીં કરવામાં આવે પણ તેની પર નિયંત્રણ રાખવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવા માટે પાસની જરૂર પડશે. તમામ ટોલ નાકા પર પોલીસકર્મીઓને તહેનાત કરી દેવાયા છે. રાજ્યમાં 31 મે સુધી 8 હજાર 831 કેસ હતા, હવે આંકડો 11 હજારને પાર થઈ ગયો છે.

બુધવારે સવારે 123 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી 40 જયપુરમાં, 34 ભરતપુરમાં, પાલી-સીકરમાં 11-11, ઝૂંઝુનૂમાં9, નાગૌરમાં 5, કોટામાં 3, અલવરમાં 2, બાડમેર-ભીલવાડા-બૂંદી-ગંગાનગર-ઝાલાવાડમાં 1-1 સંક્રમિત મળી આવ્યા છે. સાથે જ બીજા રાજ્યમાંથી આવેલા 2 લોકો પણ પોઝિટિવ મળી આવ્યા છે.તો બીજી બાજુ જોધપુરમાં 1 દર્દીનું મોત થઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધી 256 લોકોના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.