દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૭૭હજાર થઈ ૩૨૯ થઈ, મૃત્યુઆંક-૭,૭૫૨

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૭૭હજાર થઈ ૩૨૯ થઈ ગઈ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. આ સાથે જ સારા સમાચાર મળી રહ્યા છે કે દેશમાં એક્ટિવ દર્દીથી વધારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. બુધવાર સવાર સુધી એકિટવ દર્દી ૧ લાખ ૩૨ હજાર ૮૮૦ હતા તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૧ લાખ ૩૪ હજાર ૧૬૬ થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશમાં રિકવરી રેટ સુધર્યો છે, પરંતુ નવા દર્દીઓ મળવાનો દર પણ સતત વધી રહ્યો છે. ઉત્તરપ્રદેશ સાથે બિહારમાં અડધા કરતા વધારે કોરોના દર્દી અન્ય રાજ્યોથી પાછા આવેલા પ્રવાસી લોકો છે.આ પહેલા મંગળવારે દેશમાં ૯૯૮૫ સંક્રમિત દર્દી વધ્યા છે. સાથે જ દેશમાં ૨૪૧ સંક્રમિતોના મોત થયા છે. સૌથી વધારે ૧૨૦ લોકો મહારાષ્ટ્રના હતા.

રાજસ્થાનઃ અહીંયા મંગળવારે કોરોનાના ૩૬૯ નવા કેસ સામે આવ્યા અને ૯ દર્દીઓના મોત થયા હતા. રાજ્યમં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૧ હજાર ૨૪૫ થઈ ગઈ છે. હાલ ૨૬૬૨ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી રાજસ્થાનમાં ૨૫૫ લોકોના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં મંગળવારે ૨૦૮ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ૨ લોકોના મોત થયા હતા. અહીંયા અત્યાર સુધી ૫૪૫૫ સંક્રમિત મળી ચુક્યા છે, જેમાંથી ૨૬૫૨ એક્ટિવ કેસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.