ઉત્તર ગુજરાતમાં રવિવારે દિવસભર પ્રતિ કલાકે સરેરાશ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં વાતાવરણ ધૂળિયું બન્યું

અરવલ્લી
અરવલ્લી

ઉત્તર ગુજરાતના 5 પૈકી 4 શહેરોમાં ગરમી પોણા 2 ડિગ્રી સુધી વધી હતી. જ્યારે હિંમતનગરના તાપમાનમાં અડધા ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં પાંચેય શહેરોનું તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.

બપોર બાદ પવન સાથે ધૂળ ઉડતાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું. ગરમી અને ઉકળાટ વચ્ચે પિસાતા નાગરિકોને ધૂળિયા વાતાવરણે મુશ્કેલીમાં વધારો કર્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમી ફરી 2 થી 3 ડિગ્રી વધી શકે છે. એટલે કે, પારો 44 ડિગ્રીને પાર જઇ શકે છે.

5 શહેરોમાં ગરમીનો પારો

મહેસાણા

41.8 (+0.3) ડિગ્રી
પાટણ 42.0 (+0.2) ડિગ્રી
ડીસા 42.0 (+1.8) ડિગ્રી
હિંમતનગર 42.2 (-0.4) ડિગ્રી
મોડાસા

42.0 (+1.2) ડિગ્રી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.