આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : ગુજરાતમાં પણ પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સક્્ર્યુ લેશનની અસર વર્તાવા લાગી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાવા મળ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સક્્ર્યુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. જેના કારણે ૧૦મી અને ૧૧ મી જૂને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સક્્ર્યુલેશનની અસર હવે રાજ્યમાં વર્તાવા લાગી છે. જેના કારણે આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટÙમાં આજે ભારે વરસાદ પડશે. ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.