પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ મામલે કન્સલ્ટન્ટ એજન્સીને નોટીસ ફટકારાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં નિતનવા કૌભાંડોના હાડપિંજર બહાર આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિઓ આચરાઈ હોવાની બુમરાણ વચ્ચે કથિત હપ્તાના હડમાલામાં વ્યસ્ત કન્સલ્ટન્ટે લાભાર્થી પાસેથી રૂ.૧૦ હજાર પડાવ્યા હોવાની અરજદારની રજુઆતના પગલે પાલિકા દ્વારા નોટીસ ફટકારી ૩ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, નોટિસને ઘોળીને પી જતા કન્સલ્ટન્ટ સામે ખુદ પાલિકાએ પ્રાદેશિક કચેરીએ રજુઆત કરી કાર્યવાહી કરવાનું જણાવતા ચકચાર મચી જવા પામી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના સૂત્રોના જણાવ્યા મુજબ, પી.એમ. આવાસ યોજનામાં લાભાર્થી પાસેથી હપ્તો લેવાની ગંભીર રજૂઆતને લઈને પાલિકા દ્વારા કન્સલ્ટન્ટ એજન્સીને સપ્તાહ પૂર્વે કારણ દર્શક નોટિસ પાઠવી ૩ દિવસમાં જવાબ આપવા જણાવાયુ હતુ.જોકે, કન્સલ્ટન્સી દ્ધારા કોઇ જવાબ ન અપાતાં પાલિકાએ પ્રાદેશિક કચેરીએ રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાજપ શાસિત પાલનપુર પાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ.૧૦ હજાર પડાવાયા હોવાના મુદે અરજદાર દ્વારા પાલિકામાં અરજી કરાઇ હતી. જેના પગલે પાલિકાએ તપાસ આદરી કન્સલ્ટન્સીને કારણ દર્શક નોટીસ પાઠવી ૩ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતુ. જોકે, સપ્તાહનો સમય વિતી જવા છતાં કન્સલ્ટન્સી દ્ધારા પ્રત્યુત્તર ન આપતા પાલિકાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. નગરપાલિકાના ચિફ ઓફિસર સિતષ પટેલે જણાવ્યું હતુ કે, કન્સલ્ટન્સીને ફટકારાયેલી નોટીસનો કોઇ જવાબ ન મળતાં ગાંધીનગરની પ્રાદેશિક કચેરીએ રજુઆત કરાઇ છે. ત્યારે ભોગ બનેલા અરજદારોને પણ સામે આવી પાલિકામાં રજુઆત કરવી જોઇએ. જેથી સરકારની યોજનાનો લાભ સાચા લાભાર્થીઓને પહોંચે અને સરકારને ચૂનો ચોપડનારા તત્વો સામે પગલાં ભરી શકાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.