વડગામની અગ્રણી સહકારી સંસ્થા માર્કેટયાર્ડની ચુંટણીનું રણશિંગું ફૂંકાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)વડગામ, વાર્ષિક અંદાજે રૂપિયા ૧૦ કરોડનું ટર્નઓવર કરતી અને વડગામ તાલુકાની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ના ૧૬ ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી યોજવા ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ ૧૫ મી માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.દરમ્યાન આગામી તારીખ ૨૭/૫/૨૦૨૨ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરાશે,તારીખ ૨૮/૫/૨૦૨૨ ના રોજ ભરાયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી, તારીખ ૩૧/૫/૨૦૨૨ ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે.તેમજ તારીખ ૧૦/૬/૨૦૨૨ ના રોજ વડગામ માર્કેટયાર્ડ ખાતે મતદાન તથા ૧૧/૬/૨૦૨૨, સવારે ૯ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે. ખેડૂત મત વિભાગમાં ૧૧૮૬ મતદારો, વેપારી વિભાગમાં ૯૬ મતદારો અને સહકારી મંડળીઓના વિભાગમાં ૯૯ મતદારો મતદાન કરશે તેવું માકેટયાર્ડના સુત્રોએ જણાવ્યું હતું. વડગામ માર્કેટયાર્ડની ચુંટણીને લઈ ભર ઉનાળે સહકારી રાજકારણની ગતિવિધિઓ સતેજ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.