ભણશે ગુજરાત…! રાજ્યની ૧૭૪ શાળાનું પરિણામ શૂન્ય

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ.૧૦ની બોર્ડની પરીક્ષાનું સવારે ૬ વાગ્યાથી ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના વચ્ચે ધોરણ-૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં ધો.૧૦નું પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ ૫ ટકા ઓછું પરિણામ જાહેર કરાયું છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યું છે ૫૬.૫૩% પરિણામ વિદ્યાર્થીઓનું છે જ્યારે ૬૦.૦૨ ટકા પરિણામ વિદ્યાર્થિનીઓનું છે. સૌથી વધુ સુરત જિલ્લાનું ૯૪.૬૬ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ ૪૭.૪૭ ટકા છે. સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું ૧૪.૯ ટકા પરિણામ આવ્યું છે, ગતવર્ષ કરતા ૬ ટકા ઓછું તો છે. સાથે-સાથે શિક્ષણનું સ્તર કથળતું જતું હોવાનું દેખાઈ રÌšં છે. કેમકે ૧૦૦% પરિણામ લાવતી શાળાઓમાં ઘટાડો નોંધાયો છે અને સંખ્યા ૭૫ ઘટીને ૨૯૧ થઈ છે . જ્યારે ૩૦% થી નીચું પરિણામ લાવતી શાળા બમણી વધી ગઈ છે અને આંકડો ૧૮૩૯એ પહોંચ્યો છે. ત્યારે એવું કહી શકાય કે, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા કાર્યક્રમની મોટી-મોટી વાતો કરતી સરકાર રિઝલ્ટના નિમ્ન સ્તરને સુધારી શકતી નથી. ૧૨૫ જેલના કેદીઓએ પણ ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડનું ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે.આ વખતે ગ્રેડ પ્રમાણ જાઈએ તો રાજ્યભરમાંથી ફક્ત ૧૬૭૧ વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્્યા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.