ઉનાવા ગામે આવેલ શ્રી મારૂતિ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણુ : દૈનિક બચત એજન્ટોના લાખો રૂપિયા ફસાયા

મહેસાણા
મહેસાણા

નાણાં પરત ન મળી શકતા દૈનિક બચત એજન્ટોની કફોડી હાલત થઈ

(રખેવાળ ન્યૂઝ)ઉઝા, ઉંઝા નજીકના ઉનાવા ગામે આવેલ શ્રી મારૂતિ ક્રેડિટ કો.ઓપ.સોસાયટી લી. ને છેલ્લા કેટલાક સમયથી તાળા લાગી જતાં રોકાણકારો, શેરહોલ્ડરો, દૈનિક બચત એજન્ટોના લાખો રૂપિયા ફસાઈ ગયા હોઈ આવા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે દૈનિક બચત એજન્ટોએ ગત માર્ચ માસમાં મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીએ લેખિત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી થઈ નથી તેવું જાણવા મળેલ છે.

ઉનાવા ગામે બજાર મધ્યે શ્રી મારૂતિ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી. છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ક્રેડિટ સોસાયટીને તાળા લાગી ગયા છે. જેથી આ ક્રેડિટ સોસાયટીમાં અસંખ્ય સભાસદો, ડીપોઝીટરો તથા દૈનિક બચતના એજન્ટોના લાખો રૂપિયા ફસાઈ ગયા છે. આમાં ફિક્સ ડિપોઝિટમાં નાણાં રોકનાર ગરીબ અને મધ્યમવર્ગના લોકોના નાણાં પાકતી મુદતે ન મળતાં તેઓની સ્થિતિ દયનીય બની છે. આ ઉપરાંત દૈનિક બચત એજન્ટોએ ગ્રાહકો પાસેથી નાણાં લઈને સોસાયટીમાં જમા કરાવેલ છે તે નાણાં પણ પરત ન મળી શકતા દૈનિક બચત એજન્ટોની કફોડી હાલત થઈ છે. આમ લોકોના લાખો રૂપિયા ડૂબી જતાં આવા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કહે છે કે, શ્રી મારૂતિ ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો, વ્યવસ્થાપક કમિટીના સભ્યોની અણઆવડત, કથિત ગેરવહીવટને કારણે સોસાયટીનું ઉઠમણું થયું છે. સોસાયટી દ્વારા આડેધડ લોનો આપવામાં આવી હોઈ વસૂલાત થઈ શકી નથી. તેમજ આવા લેણાં વસૂલવા માટે કાયદાકીય રીતે અસરકારક કાર્યવાહી થયેલ નથી તેવું ચર્ચાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.