ડીસામાં માસ્ક વિનાના વાહન ચાલકો દંડાયા, શહેરમાં પોલીસની સરાહનીય કામગીરી

બનાસકાંઠા

કોરોના મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તબકકાવાર લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે પરંતુ લોકો સોસીયલ ડિસ્ટનસ કે માસ્ક વિના બેફિકર થઈ બજારોમાં ફરતા જોવા મળે છે જેના પગલે ડીસામાં કોરોનાના કેશ માં પણ સતત વધારો થવા પામ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તેમજ સોસીયલ ડિસ્ટન્સ અને માસ્કનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ડીસા ડી. વાય. એસ. પી. કૌશલ ઓઝા ની ઉપસ્થિતિમાં શહેર પોલીસે માસ્ક વિના ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી જેમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક વિના ફરતા વાહન ચાલકો સામે દન્ડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં માસ્ક વિના ફરતા વાહન ચાલકો ઉપરાંત નિયમ વિરુદ્ધ ફરતા અન્ય પેસેન્જર વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસની આ કડક કાર્યવાહી ના પગલે અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.