18 મે વિવો લોન્ચ કરી રહી છે 2 નવા સ્માર્ટ ફોન, મળશે 12GB RAM અને પાવરફુલ બેટરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વિવોએ પુષ્ટિ કરી છે કે ભારતમાં આગામી સપ્તાહે નવીનતમ X80 શ્રેણી લોન્ચ કરવામાં આવશે. Vivo X80 સિરીઝની ભારતમાં લૉન્ચ ઇવેન્ટ 18 મેના રોજ બપોરે 12:00 PM (IST) પર થવા જઈ રહી છે. Vivo X80 લાઇનઅપમાં બે ફોન Vivo X80 અને Vivo X80 Pro સામેલ છે. આ બંને ફોન અગાઉ Vivo ચાઇના અને ગ્લોબલ લેવલ પર રજૂ કરવામાં આવ્યા છે, અને હવે તેને ભારતમાં રજૂ કરવામાં આવશે. MySmartPriceના તાજેતરના અહેવાલ મુજબ, Vivo ભારતમાં ઓરેન્જ કલર વેરિઅન્ટ રજૂ કરશે નહીં. રિપોર્ટમાં Vivo X80 અને X80 Proની રેમ, કલર અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે Vivo X80 8GB/128GB અને 12GB/256GB કૉન્ફિગરેશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે Vivo X80 Pro એક જ 12GB/256GB મૉડલમાં આવશે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે Vivo X80 સિરીઝમાં માઇક્રો SD કાર્ડ સ્લોટ મળશે, જે ચાઇનીઝ વર્ઝનમાં નથી.

આવી હોઈ શકે છે વિશિષ્ટતા

Vivo X80 માં મીડિયાટેક ટૉપ ઓફ ધ લાઇન ડાયમેંસિટી 9000 SoC સાથે 12GBના ઓનબોર્ડ LPDDR5 રેમ, 4GB એક્સટેંડબલ રેમઅને 256GBની બ્લેઝિંગ ફાસ્ટ 256GB UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવી છે

પાવર માટે, ફોનમાં 4,500mAh બેટરી આપવામાં આવી છે, જે Vivoના પાવરફુલ 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. Vivo દાવો કરે છે કે ફોનનું 80W ફાસ્ટ ચાર્જિંગ ફોનને માત્ર 11 મિનિટમાં 0% થી 50% અને 34 મિનિટમાં 0% થી 100% સુધી ચાર્જ કરશે.

કેમેરા તરીકે, નવા ફોન Vivo X80 Proમાં Vivo V1+ ISP છે અને તેની સાથે 50-મેગાપિક્સલ સેમસંગ GNV સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનના પાછળના ભાગમાં 48-મેગાપિક્સલનો Sony IMX598 અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ, 12-મેગાપિક્સલનો Sony IMX663 ટેલિફોટો લેન્સ અને 8-મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ આપવામાં આવ્યો છે. ફોનના આગળના ભાગમાં 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.