ઓડિશા-આંધ્રપ્રદેશ અને બંગાળમાં પડી શકે છે વરસાદ, ‘આસાની’ ચક્રવાત ટૂંક સમયમાં પૂર્વ કિનારે ટકરાશે, હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગે ચક્રવાતી તોફાન ‘આસાની’ વિશે સંભાવના વ્યક્ત કરતાં કહ્યું હતું કે દરિયાકાંઠાની નજીક પહોંચ્યા બાદ વાવાઝોડું ફરી ઉત્તર-પૂર્વ દિશામાં ફંટાઈ શકે છે.
ચક્રવાતી તોફાન ‘આસાની’ તબાહી મચાવનાર છે, તેના માટે હવામાન વિભાગની ટીમો અને ઘણા રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિયપણે કામ કરી રહ્યા છે. સંભાવના વ્યક્ત કરતાં હવામાન વિભાગે કહ્યું છે કે દરિયાકાંઠાની નજીક પહોંચ્યા બાદ વાવાઝોડું ફરી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાંફંટાઈ શકે છે
તોફાન પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આ તોફાન સોમવારે વિશાખાપટ્ટનમથી 550 કિમી દક્ષિણ-પૂર્વમાં, પુરીથી 680 કિમી દક્ષિણમાં હતું. તે 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ સાથે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. ચક્રવાતને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ સહિત આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે
ઓડિશા સરકારે ચાર દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની યોજના બનાવી છે. ઓડિશાના તમામ બંદરો પર ચેતવણી ના સિગ્નલ મૂકી દેવામાં આવ્યા છે. મૌસમ વિભાગ નું અનુમાન છે કે ચક્રવાત ના ઓડિશા કે ના આંધ્રપ્રદેશ થી ટકરાશે તે પૂર્વ કિનારે સમાંતર ચાલશે અને વરસાદનું કારણ બનશે.
Tags odisha