અમદાવાદમાં શહેરના આશ્રમ રોડથી લઈ બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ.

ગુજરાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર સુધી ભારે ઉકળાટ રહ્યાં બાદ 3 વાગ્યા આસપાસ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરીજનોને પણ બફારામાંથી રાહત મળી હતી. આજે જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં મન મુકીને મેહુલો વરસ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.