ATM ના કેશ ડિસ્પેન્શર કવરમાં ફૂટપટ્ટી નાખી ચોરી કરનાર બે ભેજાબાજ ઝડપાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકના આગળના ભાગે આવેલ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શરમાં એલ્યુમિનિયમના ફૂટ જેવી વસ્તુ નાંખી ટ્રાન્ઝેક્શનમાં અવરોધ ઉભો કરી થોડીવાર પછી પરત આવી ડિસ્પેન્સરમાંથી ફૂટ અને રૂ.100 કાઢી રવાના થઈ ગયેલા યુપીના બે શખ્સોને એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.04-05-22ના રોજ સાંજે ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એટીએમનો C3R રિપોર્ટ જનરેટ કરવાનો હોઇ હેમંત વીરચંદભાઇ રાઠોડ 5:30 વાગ્યે બેંકની બહાર આવેલ એટીએમમાં ગયા હતા અને એટીએમ મશીનનું કેશ ડિસ્પેન્શર કવર તૂટેલું જોવા મળતા બેંકમાં આવી એટીએમ ચેમ્બરમાં લાગેલ સીસીટીવી ચેક કરતાં બે માસ્ક પહેરેલા વ્યક્તિઓ તા.03-05-22ના રોજ 15:23 કલાકે એટીએમ ચેમ્બરમાં દાખલ થયા હતા.

એટીએમ મશીનનું કેશ ડિસ્પેન્શર કવર તોડી એલ્યુમિનિયમના ફૂટ જેવી વસ્તુ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર કવરમાં નાંખીને એટીએમ ચેમ્બરમાંથી જતા રહેલ અને 20 મિનિટ બાદ આ બન્ને 15:54 કલાકે પાછા એટીએમ ચેમ્બરમાં આવીને એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શર કવરમાં નાખેલ ફૂટ જેવી વસ્તુ બહાર કાઢી એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સરમાંથી રૂ.100ની નોટ કાઢીને 16:02 કલાકે બંને બહાર જતા દેખાયા હતા.

હેમંત વીરચંદભાઇ રાઠોડે કેમેરાના ફૂટેજ પોલીસને આપી ફરિયાદ નોંધાવી હતી કે બે વ્યક્તિઓએ બેંકના એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શર કવરમાં એલ્યુમીનિયમનો ફૂટ નાંખી કેશ ડિસ્પેન્શર કવરને તોડી તેમાંથી રૂ.100ની ચોરી કર્યાનું હાલના તબક્કે જણાઈ રહ્યું છે આ સિવાય બીજા પૈસા એટીએમ મશીનમાંથી કાઢેલ છે કે નહિ તે બાબતે બેંક રેકર્ડ તપાસી સ્પષ્ટતા થઈ શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.