![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/05/Rakhewal-109.jpg)
કડી શહેરમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઇ
કડી શહેરમાં આવતી આજથી ત્રણ દિવસ સુધી વર્ષોથી સરકારી જમીન ઉપર અડીંગો જમાવીને દબાણ કરનાર લોકો ઉપર પાલિકા દ્વારા તવાઈ લાવવામાં આવી રહી છે. કડી પાલિકા દ્વારા તા.9, 10 અને 11ના રોજ ત્રણ દિવસ સુધી શહેરના જૂદા જૂદા વિસ્તારમાં થયેલા દબાણ દૂર કરવામાં આવનાર છે.
કડી પાલિકા દ્વારા 100થી વધારે દબાણકારોને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું જણાવ્યું છે. પરંતુ ઘણા વર્ષોથી સરકારી જમીનમાં અડીંગો જમાવીને બેઠેલા લોકો ગાઢ નિંદ્રામાં પોઢી રહેતા પાલીકા એક્શન મોડમાં આવી ગયી છે. પાલિકા દ્વારા 100થી વધારે દબાણકારોને નોટિસ આપી ત્રણ દિવસ સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
કડી પાલિકા દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરમાં હાઇવે ચાર રસ્તા સિવિલ કોર્ટ ની આજુ બાજુ, કસ્બા વિસ્તાર, પીર બોરડી વિસ્તાર, પટેલ ભુવન, ગાંધી ચોક, ભાગ્યોદય હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પાલિકાના 60 જેટલા કર્મચારીઓ દ્વારા જોડાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.