દાહોદમાં વિજય સુવાળાનું સ્ટેજ ધડામ દઈને તૂટી પડ્યું, કલાકારો નીચે પટકાયા
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પાસે કલાકાર વિજય સુવાળાના ડાયરાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન ચાલુ ડાયરામાં અચાનક સ્ટેજ ધરાશાયી થયું હતું. જેને લઈ સ્ટેજ પરના કલાકારો નીચે પડી ગયા હતા. જોકે, કોઈને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ફતેપુરા તાલુકાના સુખસર પાસે ગતરોજ મેલડી મા નો પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકાર વિજય સુવાળા સહિતના કલાકારોના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ‘એ પાપી તને પાપ લાગશે….’ ગીત વિજય સુવાળા ગાઈ રહ્યા હતા. ત્યારે અચાનક સ્ટેજ ધરાશાયી થયું હતું. જેથી એકાએક સ્ટેટ પર હાજર કલાકારો સહિતનાઓ નીચે પડી ગયા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.v