ખેડબ્રહ્માના ભરમીયામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસને ગોંધી રાખી હુમલો કર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્માના ભરમીયામાં દારૂની બાતમીને આધારે ખેરોજ પોલીસે મોડી બપોરે એક જગ્યાએ રેડ કરી બીજા મકાનમાં રેડ કરવા જતાં દારૂ તો ન મળ્યો પરંતુ 8 શખ્સોએ પોલીસને ઘેરી લઇ ખેંચતાણ કરી ગોંધી રાખી હુમલો કરતાં વધુ પોલીસ આવી પહોંચતાં 6 શખ્સો ફરાર થઇ ગયા હતા અને બે ને પોલીસે ઝડપી લીધા હતા.

માહીતી અનુસાર તા.04-05-22 ના રોજ ખેરોજ પોલીસને ભરમીયાના લખમાભાઇ મીનાભાઇ ડામોર પોતાના ઘેર દેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે બપોરે સાડા ત્રણેક વાગ્યે રેડ કરી લખમાભાઇના ઘેરથી 25 લિટર દેશી દારૂ પકડવા દરમિયાન તેમના મકાનથી થોડેક દૂર ઇન્દુભાઇ નવાભાઇ ડામોરના ઘરમાં પણ દેશી દારૂ હોવાની માહિતી મળતાં પોલીસ ઇન્દુભાઇના ઘેર ગઇ હતી અને ઘર બંધ હોઇ ઇન્દુભાઇના ભાઇ ઇશ્વરભાઇ પાસે ચાવી મંગાવી તેમની હાજરીમાં ઘરમાં તપાસ કરતા કંઇ મળી આવ્યું ન હતું.

પોલીસને ગોંધી રાખનારમાં 3 મહિલાઓ અને 5 પુરુષ
1. નવાભાઇ મીનાભાઇ ડામોર, 2. ઇન્દુભાઇ નવાભાઇ ડામોર, 3. બીજલબેન ઇન્દુભાઇ ડામોર, 4. મંજુબેન મનુભાઇ ડામોર, 5. નારણભાઇ મોહનભાઇ ડામોર, 6. મનુભાઇ અણદાભાઇ ડામોર, 7. સંજયભાઇ લખમાભાઇ ડામોર, 8. ઇશ્વરભાઇ નવાભાઇ ડામોર (તમામ રહે. ભરમીયા તા. ખેડબ્રહ્મા)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.