ડીસા તાલુકામાં ભારે વાવાઝોડા સાથે વરસાદે વિનાશ વેર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ, ભીલડી : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી સર્જાતા અનેક ઉપર ભારે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ શનિવારના સાંજના સુમારે ડીસા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વાવાઝોડા સાથે વરસાદને લઇ મોટું નુકસાન થવા પામ્યુ છે. સમગ્ર જિલ્લાભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈ લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહી છે ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે વાવાઝોડું અને વરસાદ થતાં ભારે તારાજી સર્જી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોનો નળિયા અને શેડોના પતરા પવનમાં ફંગોળાતા મોટુ નુકશાન થવા પામ્યુ છે. ઉપરાંત ઠેરઠેર વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેથી ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પણ ડુલ થઇ જવા પામી હતી. દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સુમારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવા પામ્યો હતો. જેને લઇ ડીસા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વ વિનાશ વેર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.