૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટેક્નોલોજી વિકસાવવાના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રયાસો થકી રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યમાં ચાર સ્થળોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થઇ ચૂક્યું છે ત્યારે ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર – પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે.

વિવિધ ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બનશે
૩૪ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.

હવે પાટણમાં જુરાસિક યુગનો અહેસાસ થશે
આકર્ષણોમાં વર્કશોપ, ૩-ડી થિએટર, વિજ્ઞાનની થીમ આધારીત પાર્ક, વૈદ્યશાળા, સનડાયલ અને કાફેટેરિયાનો પણ સમાવેશ થાય છે.સાથો – સાથ ઓપ્ટિકલ ઇલ્લીયુઝનની રોમાંચક દુનિયા ઓપ્ટિક્સ ગેલેરીમાં જાેવા મળશે. અહીં ઇલ્લીયુઝન ટનલ, ઇન્ફિનિટી પીટ, ટીલ્ટેડ રૂમ સાયન્સ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. ઉપરાંત આ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા આવનારા સાયન્સ પ્રેમીઓને કરોડો વર્ષની જીવ સૃષ્ટિનો ઇતિહાસ ઘરાવતા જુરાસિક યુગનો અહેસાસ થશે. ભારતનો સૌથી ઊંચો ૫૭ ફૂટ ઉંચાઇ ધરાવતો બ્રેકીઓસૌરસ ડાયનાશોર પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.