એક્ટ્રેસ સુષ્મતા સેનની ડેબ્યૂ વેબ સીરીઝ આર્યાનું ટ્રેલર લોન્ચ

ફિલ્મી દુનિયા

મુંબઇ,
એક્ટ્રેસ સુષ્મતા સેનની ડેબ્યૂ વેબ સીરીઝ આર્યાનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલરમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફૂલ જાવા મળી રહી છે. તેનો આ લૂક અને ભૂમિકા તમે અત્યાર સુધી કોઈ પણ ફિલ્મમાં નહી જાઈ હોય. સુષ્મતા સેને પાંચ વર્ષ કરતા વધુ સમય બાદ એÂક્ટંગની દુનિયામાં પગ મુક્્યો છે. આ સીરીઝમાં તે આર્યા નામની એક મહિલાની ભૂમિકા નિભાવી રહી છે. તે ત્રણ બાળકોની માતા છે અને એક બિઝનેસમેનની પત્ની છે.
સીરીઝમાં સુષ્મતા સેનના પતિની ભૂમિકામાં ચંદ્રચૂર સિંહ છે, જેની ગોળી મારી દેવામાં આવે છે. સુષ્મતા પોતાના પતિના મેડિસિન બિઝનેસને સંભાળે છે અને ત્રણેય બાળકોને સુરક્ષિત રાખવા માટે બધુ કરે છે. ફિલ્મની સ્ટોરી ત્યારે રસપ્રદ થઈ જાય છે ત્યારે કઠીન પરિસ્થતિ સામે લડે છે. ફિલ્મ નીરજાના ડાયરેક્ટર રામ માધવાનીએ આ વેબ સીરીઝને ડાયરેક્ટ કરી છે. તેમણે જ તેની સ્ટોરી લખી છે. ટ્રેલર જાઈને લાગે છે કે વેબ સીરીઝમાં ઘણા રસપ્રદ ટ્‌વસ્ટ પણ છે. આ વેબ સીરીઝમાં સુષ્મતા સેન, ચંદ્રચૂર સિંહ સિવાય સિકંદર ખેર, એલેક્સ ઓનેલ, નમિત દાસ, મનીષ ચૌધરી, વિર્તી વધાની અને વિરેસન વાજિરાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.