સાબરકાંઠા જિલ્લામાં મેલેરિયા જાગૃતિ અભિયાન હાથ ધરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળન્યુઝ સાબરકાંઠા
દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ખાસ કરીને આ માસ દરમ્યાન મેલેરિયા અટકાયતી વિવિધ પ્રવૃતિઓ ઉપરાંત મેલેરિયાથી તકેદારી રાખવા જનજાગૃતિ વગેરે પ્રવુતિઓ ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે.ગુજરાતને ૨૦૨૨ સુધી મેલેરિયા મુક્ત કરવાના ઉદ્દેશ સાથે ચલાવી રહેલા આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને સંયુક્ત નિયામકશ્રી રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યર્ક્મ શાખા ગાંધીનગર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જુન મહિનાને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર પટેલની સુચના તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલના માર્ગદર્શન તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીના આયોજનના સંયુક્ત સંકલનથી જુન માસમાં મેલેરીયા રોક થામની પ્રવ્રુતિઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં સાબરકાંઠાના આદિજાતિ વસ્તી ધરાવતા ત્રણ તાલુકા ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા જેવા રોગોનાં કેસોમાં વધારોના થાય તે માટે વધુ જોખમ ધરાવતા વિસ્તારો તથા બોર્ડરના ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કુલ ૭૧ ગામોની કુલ ૮૯,૩૦૧ જેટલી વસ્તી સમાવિષ્ઠ છે. વધુમાં આ પ્રકાર ના રોગોનો ફેલાવો વધે નહી તે માટે ફીવર સર્વે, ટેમિફોસ કામગીરી, સોર્સ રીડક્ષન, મચ્છરદાની વિતરણ તથા ઉપયોગ માટેની આઇ.ઈ.સી, કાયમી મચ્છર ઉત્પતિ સ્ત્રોતોમા ગપ્પિ મૂકવાની કામગીરી પણ સઘન બનાવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.