હિંમતનગરમાં ગુમાસ્તાધારાના જૂના સર્ટિફિકેટની ઝેરોક્ષ કઢાવી બોગસ રિન્યુ સર્ટિ બનાવી બેન્કિંગ કામમાં બેરોકટોક ઉપયોગ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં બેન્કિંગ અને ગોલ્ડ લોન સાથે સંકળાયેલ શખ્સ દ્વારા વેપારીઓના ગુમાસ્તાધારા સર્ટિફિકેટની મુદત પૂરી થઈ ગઈ હોય તેવા કિસ્સામાં જૂના સર્ટિફિકેટની ઝેરોક્ષ કઢાવી તારીખ બદલી બોગસ રિન્યુ સર્ટિફિકેટ બનાવી વિવિધ બેન્કિંગ કામગીરીમાં બેરોકટોક ઉપયોગ થઇ રહ્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. પાલિકાએ પણ પૂરાવા તરીકે રજૂ થયેલ એક રિન્યુ સર્ટિફિકેટ બોગસ હોવાની બાબતને સમર્થન આપ્યું છે.

વિવિધ ક્ષેત્રોમાં ડોક્યુમેન્ટ્સના ઝેરોક્ષ પુરાવાઓથી કામ ચાલી રહ્યું છે તે તમામ કામગીરી હંમેશા શંકાના દાયરામાં રહી છે. હિંમતનગર શહેરમાં પણ પાલિકાના ગુમાસ્તા ધારાના બોગસ સર્ટિફિકેટનો વેપલો ચાલી રહ્યો છે. લોન સહિતની કામગીરીમાં વેપારીઓ માટે ગુમાસ્તાધારાનું સર્ટિર્ફીકેટ જરૂરી હોય છે અને પાલિકામાં નવા સર્ટિફિકેટ માટે નિયમોનો કડક અમલ થતો હોવાથી ખોટું કરવાના કિસ્સામાં પાલિકામાંથી ઝડપથી આવા સર્ટિફિકેટ મેળવવા શક્ય બનતા નથી હિંમતનગર શહેરમાં ગોલ્ડ લોનની કામગીરી સાથે સંકળાયેલ શખ્સ દ્વારા બેંક તેમજ અન્ય કામગીરી માટે રજૂ કરતાં ગુમાસ્તાધારા ડોક્યુમેન્ટ્સ પાલિકા દ્વારા રિન્યુ કરાયા ન હોય હોય તેવા કિસ્સામાં જૂના સર્ટિફિકેટની ઝેરોક્ષ કઢાવી તારીખ બદલી બોગસ રીન્યુ સર્ટિફિકેટનો ઉપયોગ કરાઇ હોવાની વિધિવત પુરાવા સાથે ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે.

બેંકો પણ રજૂ થયેલ ઝેરોક્ષ પુરાવાથી સંતોષ માની લે છે. હિંમતનગર શહેરની પૂનમ જ્વેલર્સના ગુમાસ્તાધારા સર્ટિફિકેટની મુદત તા.31-12-18 હતી તેમાં છેડછાડ કરી રિન્યુઅલ તારીખ 30-06-21 કરી દેવાઇ છે પાલિકાના ગુમાસ્તા ધારા વિભાગના અરૂણભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે પૂનમ જવેલર્સનું રિન્યુઅલ થયું નથી. રિન્યુ કરેલ નકલ ખોટી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.