માણસને નિર્વસ્ત્ર અને જમીનની 10 ફૂટ નીચે જોઈ શકાય એવા ચશ્મા લેવા જતાં બે જણે 6.70 લાખ ગુમાવ્યા

અરવલ્લી
અરવલ્લી

માણસને નિર્વસ્ત્ર અને જમીનની અંદર 10 ફૂટ સુધી જોઇ શકાયની લાલચ આપી હિંમતનગરના અને ઊંઝાના મહેરવાડાના બે શખ્સોને જુદા જુદા કિસ્સામાં કુલ રૂ.6.70 લાખમાં ઠગતાં સા.કાં. એલસીબીએ આખુયે રેકેટ ચલાવનાર અને એપી સેન્ટર બની ગયેલ ઇડરના ચાંદની પીવીસી ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બડોલીના શખ્સ તથા સાગરીતો પર વોચ રાખવા દરમિયાન તા.21-04-22 ના રોજ પાંચ શખ્સો હિંમતનગર ધાણધા ફાટક નજીક હોવાની બાતમી મળતાં પહોંચી દબોચી લીધા હતા અને રૂ.1.50 લાખ રોકડ, 1 કાર, 6 મોબાઇલ કબ્જે લઇ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ઇડર પોલીસ સ્ટેશનમાં કુલ 15 શખ્સ વિરુદ્વ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગરના મોતીપુરામાં સહયોગનગર સોસાયટીમાં રહેતા અને કૈલાસ ભેળ પકોડીનો મોતીપુરા બસ સ્ટેશનમાં તથા જામનગરમાં ચુલા ઢોસાનો વ્યવસાય કરતાં કાળુભાઇ રામલાલ તૈલી સાબરડેરી નજીક ટ્રેક્ટર રિપેરિંગનો વ્યવસાય કરતાં તેમના મિત્ર દશરથસિંહ દલપતસિંહ રાઠોડને મળવા જતા બે- એક વર્ષ અગાઉ નરેન્દ્રસિંહ હઠીસિંહ પરમાર (રહે. પોલાજપુર) અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણો પરમાર (રહે. મહુડી તા. વિજાપુર) ગેરેજ ઉપર મળ્યા હતા અને માણસને કપડા વગરનો જોઇ શકાય તેવા ચશ્મા વરતોલના ભમરસિંહ ચૌહાણ અને બડોલીનો રફીક ઉર્ફે રાજુ મનસુરી લઇ આપતા હોવાનુ જણાવતાં મળવાનું નક્કી કરી મળ્યા બાદ ચશ્માની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે આ ચશ્માથી માણસને કપડા વગરનો અને જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય છે. ગુપ્ત ખજાનો હોય તો પણ મળી શકે છે. તમારે આવા ચશ્મા લેવા હોય તો 50 લાખ ખર્ચવા પડશે કહી છૂટા પડ્યા હતા.

કાળુભાઇ તૈલીએ પહેલા ચશ્મા બતાવવાનું કહેતા અઠવાડિયા પછી ભમરસિંહ અને રફીકે કહ્યું કે એક પાર્ટી ચશ્મા જોવા આવવાની છે તમારે જોવા હોય તો આવી જજો કહેતાં નરેન્દ્રસિંહની ગાડીમાં બેસી સીમલવાડા પહોંચ્યા હતા. જ્યાં રફીક, ભમરસિંહ અને તેમણે બોલાવેલ મહેન્દ્રસિંહ જવાનસિંહ સિસોદીયા (રહે. કુવાલીયા તા. પ્રતાપપુર જિ.બાંસવાડા) હાજર હતા અને એક મુંબઇનો માણસ પણ હતો અને હોટલનો ખર્ચ આપવાને મામલે રકઝક થતાં આ શખ્સ જતો રહ્યો હતો. જેથી મહેન્દ્રસિંહે કહ્યું કે નજીકમાં અંબાડા ગામે ઢોરના ડોક્ટર ગોરધન ભાઇ રહે છે તેમની પાસે મારા ચશ્મા ગીરો મૂકેલા છે તમે 25 લાખ આપો તો ચશ્મા છૂટી જાય જેથી કાળુભાઇએ ચશ્મા બતાવવાનું કહેતા બીજા દિવસે તેમને અંબાડા લઇ જવાયા હતા અને ચશ્મા બતાવ્યા હતા.

પહેરીને જોવાનો આગ્રહ કરતા પૈસાની વાત કરી હતી અને ચેકર- ચકાસણી કરનારને લાવવાનું કહ્યુ હતું. કાળુભાઇને ચશ્માનો મોહ એટલો લાગ્યો કે તા.02-11-20 ના રોજ સાડા ત્રણ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા અને તા.05-11-20 ના રોજ રૂ.1 લાખ રોકડા આપ્યા હતા અને ત્યારબાદ ચેકર તરીકે કૌશિકભાઇ સુરત વાળાને લઇ ગલીયાકોટ ગયા હતા. પૈસા આપ્યા વગર ચશ્મા જોવા ન મળે પહેલા રોકડા આપવા પડશે કહેતા બધા છૂટા પડ્યા હતા અને તા.17-02-21 ના રોજ ફરીથી રૂ.70 હજાર ભમરસિંહ અને રફીકને આપ્યા હતા ચશ્માની ડિલિવરી કે જોવા ન મળતા પૈસા પરત માંગતા એકબીજા પર ઢોળતા હતા. 5 આરોપીઓ પૈકી નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી (ડામોર) ની વિરુદ્વ વર્ષ 2014 માં લુણાવાડા પેટ્રોલપંપ પર થયેલ મારા મારીના ગુનામાં બાકોર પોલીસે લૂંટ વિથ મર્ડરના ગુનામાં પકડ્યો હતો.

કાળુભાઇએ આમની સામે ફરિયાદ નોંધાવી
1.ભમરસિંહ ચૌહાણ (રહે. વરતોલ ખેડબ્રહ્મા)
2.રફીકભાઇ ઉર્ફે રાજુભાઇ હસનભાઇ મનસુરી (રહે. બસ સ્ટેશન પાસે કડોલી, ઇડર)
3.મહેન્દ્રસિંહ જવાનસિંહ સિસોદીયા
4.ગોરધનભાઇ
5.રોહિતભાઇ
6.જયંતીભાઇ માધવજી ભાઇ કુકડીયા (રહે. સુરત)
7. કૌશિકભાઇ નરસીભાઇ કયાડા

આ 5 ઠગો ઝડપાયા
1. સલીમભાઇ સત્તારભાઇ મનસુરી (રહે. અમનપાર્ક સોસા. જૈન ધર્મશાળા ઇડર)
2. રફીકભાઇ હસનભાઇ મનસુરી (રહે. બડોલી ઇડર)
3. સીકંદરમીયા સયદુમીયા મકરાણી (રહે. પાંચ હાટડીયા રાજમહલ રોડ, ઇડર)
4. નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી (ડામોર) (રહે. કોર્ટની સામે ગાયત્રી કોલોની સરદારપુર મધ્યપ્રદેશ, હાલ રહે. ચોપાટી વિસ્તાર હરીશ દાદા દૂધવાળાના મકાનમાં પ્રીતમપુર, તા.ધાર મધ્યપ્રદેશ)
5.નીધરાજ ધનરાજજી હામજી મીણા (હાલ રહે. બંજારીયા કન્ડાલ રોડ આર.ઓ. મશીન પાસે ખેરવાડા ઉદેપુર, રાજસ્થાન).


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.