ગુણભાખરીમાં માતા-પિતા પર હુમલો કરતાં બચાવવા વચ્ચે પડેલ મોટાભાઈએ નાનાભાઇને છરી મારતાં મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

પોશીના તાલુકાના ગુણભાખરીમાં બુધવારે સાંજના સુમારે પરિવાર ઘેર બેઠો હતો તે દરમિયાન નાનો દીકરો દારૂ પીધેલી હાલતમાં આવી માતા – પિતાને મારવા પાછળ દોડતા મોટા દીકરાએ નાના ભાઇને ડરાવવા છરી બતાવતા દારૂ પીધેલા ભાઇએ હુમલો કરી દેવા દરમ્યાન છાતીમાં, પેટના ભાગે છરીના ઘા વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. મોટાભાઈએ 108ને ફોન કરી બોલાવતા નાના ભાઈને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં પિતાએ પુત્ર વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.20-04-22 ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે મણાભાઇ અનાભાઇ ગમાર, તેમની પત્ની કુંવરબેન તથા તેમનો દીકરો ભમરૂભાઇ મણાભાઇ ગમાર અને રાયાભાઇ રતાભાઇ બુંબડીયા ગુણભાખરીમાં તેમના ઘેર હતા. તે દરમિયાન મણાભાઇનો નાનો દીકરો હરીશ દારૂ પીને આવ્યો હતો અને માતા-પિતાને મારવા પાછળ પડતા બૂમાબૂમ થતાં મોટો દીકરો ભમરૂભાઇ તેના હાથમાં છરી લઇ દોડી આવ્યો હતો અને હરીશભાઇને ડરાવવા જતાં હરીશભાઇએ ભમરૂભાઇ પર હુમલો કર્યો હતો.

આ દરમ્યાન ભમરૂભાઇના હાથમાંની છરીથી હરીશભાઇને છાતીમાં, પેટના ભાગે તથા ડાબા હાથના ભાગે અને કોણીના ભાગે ઇજાઓ થતા લોહી લુહાણ થઇ નીચે પડ્યો હતો. અને ભમરુભાઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં પહેલા પોશીના અને પછી વધુ સારવાર અર્થે હિંમતનગર અને અમદાવાદ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન હરીશભાઇનું મોત નિપજતા મણાભાઇ ગમારે મોટા દીકરા ભમરૂભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી સમગ્ર પોશીના પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.