મર્સિડીઝ- બેન્ઝે ખાસ તેના ગ્રાહકો માટે નવી C- ક્લાસ માટે બુકિંગ શરૂ કર્યાઃ ‘બેબી S-ક્લાસ’ 10 મેએ ભારતમાં પદાર્પણ કરશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારત : ભારત સૌથી વિશાળ લક્ઝરી કાર ઉત્પાદક હોઈ મર્સિડીઝ- બેન્ઝ ઈન્ડિયાએ આજે 13-30મી એપ્રિલ, 2022થી મર્સિટીઝ- બેન્ઝના ગ્રાહકો માટે ખાસ સંપૂર્ણ નવી મર્સિડીઝ બેન્ઝ C-ક્લાસ માટે બુકિંગ શરૂ કર્યાની ઘોષણા કરી છે. બાકી સંભવિતો માટે બુકિંગ્સ 1લી મે, 2022થી શરૂ થશે. કાર માટે બુકિંગની રકમ રૂ. 50,000 રહેશે.

નવી પેઢીની મર્સિડીઝ- બેન્ઝ C-ક્લાસ 10મી મે, 202ના રોજ બહુપ્રતિક્ષિત ભારતમાં પદાર્પણ કરશે અને તેના ફ્રેન્ચાઈઝ પાર્ટનર નેટવર્કમાં અને ડિજિટરી મર્સિડીઝ- બેન્ઝ ઈન્ડિયાના ઓનલાઈન સ્ટોરમાં મળશે.

મર્સિટીઝ- બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્ક્વેન્કેજણાવ્યું હતું કે, “C-ક્લાસ અમારા પોર્ટફોલિયોમાં મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ છે અને અમારી લક્ઝરી સેડાન ઓફરને વધુ મજબૂત બનાવશે. દરેક નવી પેઢી સાથે C-ક્લાસના વફાદાર ગ્રાહકોએ તેના ઉત્કૃષ્ટ આરામ, ટેકનોલોજીની દ્રષ્ટિએ શક્તિ અને ઉત્ક્રાંતિ પામતી ડિઝાઈનને લીધે કારને અગ્રતા આપી છે. નવી C-ક્લાસ હવે બેબી S-ક્લાસ તરીકે તેની લોકપ્રિયતાને યોગ્ય  રીતે જ અધોરેખિત કરતા નવા S-ક્લાસની નજીક જતાં ડિઝાઈન, કમ્ફર્ટ અને ટેક ઓફરિંગ્સમાં ઉત્કૃષ્ટતા દ્વારા નવું સીમાચિહન નિર્માણ કર્યું છે.”

શ્રી શ્વેન્કે ઉમેર્યું હતું કે,“C-ક્લાસે લોન્ચ પૂર્વે જ અમારા ગ્રાહકોમાં જબરદસ્ત રસ જગાવ્યો છે. તેમની વફાદારી અને કાર માટે લાંબા સમયથી જોવાતી વાટને ધ્યાનમાં લેતાં તેમની કદર કરવા માટે પહેલી જ વાર ફક્ત અમારા મોજૂદ મર્સિડીઝ- બેન્ઝ ગ્રાહકો માટે નવી C -ક્લાસના બુકિંગ ખાસ શરૂ કરવામાં આવશે. અમને વિશ્વાસ છે કે નવી C-ક્લાસ સેગમેન્ટમાં નવો દાખલો બેસાડશે અને તેના ગ્રાહકોની અગ્રતા ચાલુ રાખતાં લક્ઝરી સેડાન સેગમેન્ટમાં અમારી આગેવાનીને મજબૂત બનાવશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.