હિંમતનગરમાં પાણી વિતરણ વ્યવસ્થાનું 4 કરોડથી વધુના ખર્ચે અપગ્રેડેશન

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરની અંદાજે 1 લાખની વસ્તીની પાણીની જરૂરિયાત સંતોષવા પાલિકા દ્વારા પ્રતિદિન સરેરાશ 1.60 લાખ લીટર પાણીનુ વિતરણ ત્રણ જગ્યાએથી થાય છે તે પૈકી બગીચા અને ખડબચીયા સેન્ટરો ખાતેની પાણીની મોટરોની ક્ષમતા વધારી રૂ.4 કરોડથી વધુના ખર્ચે અપગ્રેશન કરાયુ છે જેને પગલે છાપરીયા વિસ્તારમાં ચોમાસા દરમિયાન આવતી સમસ્યાનુ નિરાકરણ થઇ ગયુ છે.

હિંમતનગર શહેરમાં 12 વોર્ડમાં પીવાના પાણીનું વિતરણ કરવા ગોકુલનગર ખડબચીયા – છાપરીયા વિસ્તાર અને બગીચામાં કુલ 3 વોટર સપ્લાય કેન્દ્રો કાર્યરત છે શહેરની દૈનિક સરેરાશ 1.60 કરોડ લિટર પાણીની જરૂરિયાત સંતોષવા 10 ઓવર હેડ ટાંકીઓ અને 07 સંપમાં પ્રતિદિન પેટાળમાંથી પાણી ઉલેચીને ભરવામાં આવે છે.

શિયાળા – ઉનાળા ને બાદ કરતા ચોમાસાની સિઝનમાં વોટર વર્કસ ખાતેની મોટરો પલળી જતા મોટરો બળી જવાની સમસ્યા આવતી હતી અને જે તે પોકેટમાં એકાદ – બે દિવસ માટે પાણી વિતરણમાં અવરોધ આવતો હતો. શહેરમાં અપગ્રેડ કરાયેલ વોટર સપ્લાય સીસ્ટમ અંગે માહીતી આપતા પાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ જણાવ્યુ કે ખડબચીયા તળાવ અને બગીચા હેડવર્કસ ખાતે મોટરોનું અપગ્રેડેશન કરાયુ જેમાં ખડબચીયા તળાવ ખાતે 15 અને બગીચા હેડવર્કસ ખાતે 11 મોટરો બદલવામાં આવી છે જેની ક્ષમતા પણ વધુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.