સાબરકાંઠા જિલ્લાની 1400માંથી 402 શાળાઓમાં રમતનું મેદાન જ નથી

સાબરકાંઠા
સાબરકાંઠા

અંતરિયાળ વિસ્તારના બાળકોની પણ ખેલ પ્રતિભા બહાર લાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલ ખેલ મહાકુંભની સફળતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સુવિધાઓની ઉણપને કારણે એરણે ચઢી ગઇ છે. સાબરકાંઠા જિલ્લાની 1400થી વધુ ખાનગી – સરકારી પ્રાથમિક – માધ્યમિક શાળાઓ પૈકી 402 શાળાળોમાં રમતનું મેદાન જ નથી અને આ સ્થિતિ વર્ષોથી એમને એમ જ ચાલી આવી છે. જિલ્લાના વડમથક અને વિકસિત ગણાતા હિંમતનગર તાલુકાની 56 શાળાઓમાં રમતનું મેદાન નથી!

બાળકોમાં રહેલ કૌશલ્યને નાનપણથી જ ઓળખીને તેને તૈયાર કરી મોટા ફલક પર પોતાનુ કૌવત બતાવવા પ્લેટફોર્મ પૂરૂ પાડવાના આશયથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો હતો. હાલમાં તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ પૂર્ણ થયો છે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની 30 ટકા શાળાઓમાં રમત ગમતના મેદાનની વ્યાખ્યા પ્રમાણે લઘુત્તમ 1200 ચો.મી. નું મેદાન જ નથી 10 જેટલી ખાનગી શાળાઓ રમતનું મેદાન ધરાવતી નથી તો 260 પ્રાથમિક અને 32 માધ્યમિક ઉચ્ચત્તર સરકારી શાળાઓમાં રમતનું મેદાન ન હોવાનુ જિલ્લા શિક્ષણ સમિતિ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

રમતગમતના મેદાન તો ઠીક જિલ્લામાં 916 વર્ગખંડો પણ નોનયુઝ કરાયા છે આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત અને ખેલશે ગુજરાતનું સ્લોગન પણ એરણે ચઢ્યુ છે. જિલ્લાના વડામથક અને સૌથી વિકસિત ગણાતા હિંમતનગર તાલુકામાં 38 સરકારી પ્રાથમિક, 06 ખાનગી અને 12 સરકારી માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રમતગમતનું મેદાન નથી.

જ્યારે પોશીના તાલુકામાં સૌથી વધુ 67 અને ખેડબ્રહ્મા તાલુકામાં 63 શાળાઓમાં રમત ગમતનું મેદાન નથી. વડાલી તાલુકામાં સૌથી ઓછુ 09 શાળાઓમાં રમતગમતનું મેદાન નથી. તંત્ર દ્વારા ખેલમહાકુંભના હેતુને યથાર્થ કરવા રમતગમતના મેદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાય તે જરૂરી બની રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.