લાખણીમાં ત્યજી દેવાયેલી બાળકીને તબીબોથી નવજીવન મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

     લાખણી તાલુકાના ગામે ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા ચકચાર મચી હતી. બાળકીને જન્મ આપનાર માતાએ બાળકીને કડકડતી ઠંડીમાં કોઈપણ કપડાં વગર કાંટાળી વાડમાં ફેંકી દીધી હતી. બાળકીનો જન્મ સમયે આંતરડા બહારના ભાગે હતા. જેનું સફળ ઓપરેશન કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને નવુ જીવન આપ્યું છે.
       બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના કૂવાણાં ગામે ગત ૯ જાન્યુઆરીએ ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. માતા દ્રારા કડકડતી ઠંડીમાં બાળકીને કાંટાળછ વાડમાં ફેંકી દેવામાં આવી હોવાથી સ્થાનિકોમાં માતા પ્રત્યે ભારે રોષની લાગણી પ્રવતી રહી છે. આસપાસના લોકોને ધ્યાને આવતા ગામના સરપંચને બાળકી સોંપાઈ અને આખરે સાંજે ૬ વાગતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી કારણ કે બાળકીના આંતરડા પેટના ભાગે બહાર હતા. જેથી તેનું સફળ ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો કર્યુ હતુ. તબીબોની ભાષામાં કહેવાતી ગેસ્ટ્રોસ્કીશીસ નામની બિમારી આમતો ૧૦,૦૦૦ બાળકોએ માત્ર ૦૨ બાળકોને થતી હોય છે. અને ખુબ ઓછા બાળકો હોય છે જે જીવીત રહેતા હોય છે. પરંતુ આ ઓપરેશન સફળ રહ્યું છે અને ધ્વનિ હવે સ્વસ્થ છે.
       સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક સર્જરી વિભાગના હેડ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે, ગેસ્ટ્રોસ્કીસીસ નામની તકલીફ પેટની દિવાલ નહિ બનવાના કારણે આંતરડા બહાર હોય છે. બહાર આંતરડા હોવાથી ગર્ભમાં પાણી હોઈ આંતરડા ફુલી જાય છે. અને એટલા જાડા આંતરડા હોય છે કે તેને પેટમાં મુકીને તે પેટની દિવાલ બંધ પણ નથી કરી શકાતી. અને એ ઓપરેશન ચેલેન્જ ભર્યું હોય છે. અને આટલી ખરાબ પરિસ્થિતિમાં બાળક અમદાવાદ સિવિલ સુધી આવ્યું તેને અમારી ટીમ તાત્કાલિક ઓપેરશન કરીને સફળ સર્જરી કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.