હોન્ડાએ ભારતની સુપ્રીમ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ “નવી સિટી e:HEV” બહાર પાડી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા, જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે નવી સિટી e:HEVની આજે બહાર પાડવામાં આવી છે જે ભારતની સુપ્રીમ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર છે. નવી સિટી e:HEVની ટેકનિકલ વિગતો બહાર પાડતા કંપનીએ ફરી એકવાર 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રીલિટી અને ઝીરો કોલિઝન મૃત્યુના તેના વૈશ્વિક વિઝનનો ઉચ્ચાર કર્યો છે.

નવી સિટી e:HEV બહાર પાડવા અંગે ટિપ્પણી કરતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના પ્રેસિડેન્ટ અને CEO શ્રી તાકુયા સુમુરાએ જણાવ્યું હતું કે, “અમારા માટે આ ખૂબ જ ઉત્સાહપૂર્ણ ઘડી છે કારણ કે અમે ભારતમાં અમારા મુખ્ય મોડેલ નવી સિટી e:HEV સાથે અમારી નવા જમાનાની ઇલેક્ટ્રિફિકેશન સફરની શરૂઆત કરી છે. ભારત સરકાર મોબિલિટી સાથે સંકળાયેલા પર્યાવરણીય અને સલામતીના મુદ્દાઓ પર ધ્યાન આપવાની સાથે સાથે મેક ઇન ઇન્ડિયાનો વિશેષ આગ્રહ રાખે છે. સરકારની દૂરંદેશીને સાર્થક કરી શકે તેવી આ હોન્ડાની ઇનોવેટિવ પ્રોડક્ટ રજૂ કરવામાં અમે ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી અનુભવી રહ્યાં છીએ.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.