હિંમતનગરમાં ઠેરઠેર સુરક્ષાકર્મી તહેનાત કરાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરમાં સતત ત્રણ દિવસ સુધી અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યા બાદ મંગળ-બુધવારની રાત્રિ દરમિયાન નાગરિક બેન્કની પાછળ આવેલી એક બેકરીના શટલ પર આગચંપીના નિષ્ફળ પ્રયાસને બાદ કરતાં અજંપાભરી શાંતિનો અનુભવ થયો હતો. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર દિવસ પસાર થયો હતો. શહેરમાં ઠેરઠેર સુરક્ષાકર્મીઓને તહેનાત કરી દેવાયા છે. હસનનગર – વણઝારા વાસમાં બનાવાયેલ આવાસ યોજનામાં કુલ 431 આવાસ પૈકી 159 હિન્દુ અને 272 મુસ્લિમ પરિવારોને એલોટમેન્ટ થયું હતું.

વારંવારના ઝઘડાને કારણે ઘણા – ખરા હિન્દુ પરિવારો પલાયન કરી ચૂક્યા છે અને તેમના ખાલી પળેલ મકાનોમાં અસામાજિક તત્ત્વો – ભાડૂઆતોએ અડિંગો જમાવ્યો છે. અડીને આવેલા વણઝારાવાસ પર હુમલા થયા બાદ પાલિકા તંત્ર જાગ્યુ છે અને શહેરની ત્રણેય આવાસ યોજનામાં સર્વે હાથ ધરાયો છે. ગિરધરનગર અને છાપરીયા આવાસ યોજનાનો સર્વે પૂર્ણ થઇ ગયો છે અને હસનનગર આવાસ યોજનામાં ગુરુવારથી ચકાસણી હાથ ધરાનાર છે. પ્રાથમિક માહિતી મુજબ 23થી વધુ મૂળ લાભાર્થીઓ અહી રહેતા નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.