મેઘરજની બે પરિણીતાને સાસરિયાંએ ત્રાસ આપી તગેડી મૂકતાં 13 સામે ગુનો

સાબરકાંઠા
સાબરકાંઠા

મેઘરજમાં રહેતી બે પરિણીતાને સાસરીયાઓ ત્રાસ આપતા બંને સાસરીયાઓ સામે મેઘરજ પોલીસે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ 13 સામે નોંધાવી હતી. મેઘરજના ઇન્દિરા નગરમાં રહેતા ગુલામ હુસેન બાદરમીયા કાજીની પુત્રી શબનમબેનનના લગ્ન મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં રહેતા પાલેખાન રુષતખાન પઠાણ સાથે થયા હતા.

લગ્ન બાદ છેલ્લા ચાર વર્ષથી પરિણીતાના પતિ અને સાસુ સસરા અને જેઠ સબનમબેનને ત્રાસ આપતા અને પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લઈ પત્નીને દહેજ લઈ આવવા ત્રાસ આપતાં શબનમબેનને સહન નથતાં શબનમબેને મેઘરજ પોલીસમાં પતિ પાલેખાન રુષતમખાન પઠાણ,સસરા, રુસમતખાન નાથુખાન પઠાણ,સાસુ ઝુબેદાબેન પઠાણ,જેઠ-રફિક રુસમતખાન પઠાણ,તેમજ બીજી પત્ની અફસાનાબેન પાલેખાન પઠાણ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.