ગુજરાતનું ૧૪ હજાર કરોડનું ‘આત્મનિર્ભર’ પેકેજ

ગુજરાત
ગુજરાત

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે રૂપિયા ૧૪,૦૦૦ કરોડનું વિરાટકાય “આત્મનિર્ભર ગુજરાત પેકેજ” જાહેર કર્યું છે. કોરોના કાળમાં લોકોને આર્થિક માર ઓછો પડે એ માટે ૨૦૦ યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં ૧૦૦ યુનિટનું બિલ માફ કરાયું છે જ્યારે કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા ૩૩ લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી ૨૦%ની રાહત, ૩૧ જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ ૧૦% ડિસ્કાઉન્ટની ઘોષણા થઈ છે. લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો ૬ મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો છે.
ઉદ્યોગોને રાહત આપવા ય્ૈંડ્ઢઝ્રને ૪૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે ઉદ્યોગકારોને ૭૬૮ કરોડની પેન્ડિંગ સબસિડી એક મહિનામાં ચૂકવી દેવાશે. સૌથી વધુ રોજગાર આપતા બાંધકામ ક્ષેત્રને વેગ આપવા દોઢ લાખ એફોર્ડબલ ઘર બનાવવા સરકાર એક હજાર કરોડ આપશે. ટેકસટાઇલ ઉદ્યોગને ૪૫૦ કરોડની સહાય અપાશે, ય્જી્‌ના ૧૨૦૦ કરોડના પડતર રિફંડ એક મહિનામાં જ ચૂકવી આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે. ખેડૂતોને અનાજ સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા ૩૫ હજાર મળશે જ્યારે આદિવાસી શ્રમિકોને પોતાનાં વતનમાં પાક્કું ઘર બાંધવા ૩૫ હજારની સહાય મળશે. એક લાખની બદલે હવે અઢી લાખ સુધીની લોન વેપારીઓને મળી શકશે, જેનાં માટે વ્યાજદર વાર્ષિક ૪% રહેશે. મહિલા ઉત્કર્ષ માટે સખી મંડળોને વ્યાજ વગરની લાન મળશે, લારી-ફેરિયાઓને છત્રી અપાશે. તેમજ માછીમારો, સ્જીસ્ઈ વગેરે માટે પણ અનેક યોજનાઓ તેમણે જાહેર કરી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.