એટમ ચાર્જએ દેશભરમાં 250 સોલર-પાવર્ડ ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપિત કર્યાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની પ્રથમ 100 ટકા ગ્રીન સેલ્ફ-સસ્ટેનિંગ, સોલર-પાવર્ડ ઇવી ચાર્જિંગ સ્ટેશન એટમ ચાર્જએ માત્ર છ મહિનામાં દેશભરમાં 250 યુનિવર્સલ ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપિત કર્યાં છે. ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ આ રાજ્યોમાં સ્થપાયા છેઃ મહારાષ્ટ્ર (36), તમિળ નાડુ (44), તેલંગાણા (48), આન્ધ્ર પ્રદેશ (23), કર્ણાટક (23), ઉત્તર પ્રદેશ (15), હરિયાણા (14), ઓરિસ્સા (24) અને પશ્ચિમ બંગાળ (23). ટિયર 1 અને ટિયર 2 નગરો તથા શહેરો ઉપર કેન્દ્રિત કરવાની કંપનીની રણનીતિ તથા આ રાજ્યોમાં ઇવીની સ્વિકાર્યતાના પ્રોત્સાહક દરો મૂજબ કેન્દ્રોની પસંદગી કરાઇ છે. આગામી મહિનાઓમાં કંપની વધુ શહેરો અને રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

કંપની ગ્રાહકોને પરિવહનના ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી માધ્યમ અપનાવવા માટે સક્ષમ બનાવે છે. પ્રત્યે એટમ ચાર્જ ઇવી ચાર્જિંગ સ્ટેશનને અંદાજે 200 ચોરસ ફૂટની જગ્યાની જરૂર પડે છે અને તેને સ્થાપિત કરવા માટે આશરે એક સપ્તાહનો સમય લાગે છે. પ્રત્યે સ્ટેશનનો ખર્ચ ઉપલબ્ધ વિસ્તાર મૂજબ અલગ-અલગ હોય છે.

એટમ ચાર્જ તેના યુનિવર્સલ ઇવી ચાર્જિંગ સ્ટેશન્સના લોંચ સાથે એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી અને ટકાઉ ઇકો-સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જે ટકાઉપણા પ્રત્યે કંપનીની કટીબદ્ધતા સૂચવે છે. એટમ ચાર્જના સ્થાપક વામસી ગદ્દામે આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, 250 એટમ ચાર્જ ઇવી ચાર્જિંગ સ્ટેશન્સની સ્થાપના સાથે અમે ભારતમાં ઇવી ઇકોસિસ્ટમને સપોર્ટ કરવાની અમારી કટીબદ્ધતાને પ્રદર્શિત કરી છે. ઇવી ખૂબજ આવશ્યક છે કારણકે તે હાનિકારક ઉત્સર્જનથી પર્યાવરણને બચાવવામાં મદદ કરે છે તેમજ અશ્મિભૂત ઇંધણ ઉપરની નિર્ભરતા ઘટાડે છે તથા આપણા ઇંધણ ખર્ચમાં ઘટાડો કરે છે. એટમનું વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રિસિટી જનરેટિંગ સોલર રૂફ એટમ ચાર્જને વિશિષ્ટ બનાવે છે. થર્મલ પાવર સ્ટેશનમાંથી તબક્કાવાર ધોરણે બહાર આવવું તથા તેનું સ્થાન સોલર પાવર્ડ સ્ટેશન્સ અમારું લક્ષ્ય છે. અમે ઝીરો ઉત્સર્જન, નેટ ઝીરો સુવિધાઓ, ટકાઉ નેટવર્ક અને હરિયાળીનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે અને અમે તેને આગળ ધપાવી રહ્યાં છીએ.

કંપની હાલમાં 4 કેડબલ્યુ સ્થાપિત ક્ષમતાની પેનલ્સ ધરાવે છે, જે દૈનિક 10-12 વાહનો (2,3,4 વ્હીલર્સ)ને ચાર્જ કરી શકે છે. આજે કોઇપણ ઇવીને પૂર્ણ ચાર્જ થવામાં 6-8 કલાકનો સમય લાગે છે. કંપની વધુ 6 કેડબલ્યુની ક્ષમતા સ્થાપિત કરશે, જેનાથી દૈનિક 25-30 વાહનો ચાર્જ થઇ શકે.

એટમ ચાર્જ વિશિષ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન છે, જે વિશ્વના પ્રથમ ઇલેક્ટ્રિસિટી જનરેટિંગ ઇન્ટિગ્રેટેડ સોલર રૂફનો ઉપયોગ કરે છે. તે સમગ્ર ઇલેક્ટ્રિક વિહિકલ ચાર્જિંગને 100 ટકા સોલર ઉપર તબદીલ થવામાં સક્ષમ કરે છે, જ્યારે કે પરંપરાગત ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ થર્મલ પાવરનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પેદા કરે છે. તેનાથી પાવર ગ્રીડ ઉપર વધારાનું ભારણ પેદા થાય છે, જેનાથી દેશની ઉર્જા કટોકટીમાં વધારો થાય છે. ઇવીના ઉત્પાદન અને વેચાણમાં સતત વધારાને જોતાં થર્મલ પાવર જેવાં પરંપરાગત ઉજા સ્રોતો ઉપર ભારણ વધ્યું છે. એટલ સોલર રૂફ પાવર્ડ એટમ ચાર્જ આ સમસ્યાના ઉતેલ માટે માર્કેટમાં ઉત્તમ સોલ્યુશન બનવા માટે સજ્જ છે. એટમ ચાર્જ જરૂર પડ્યે ત્યારે પાવર સપ્લાય કરશે કારણકે પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ્ડ છે.

તેમાં ઉમેરો કરતાં એટમ ચાર્જ બીજા ચાર્જિંગ સ્ટેશન્સ સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે, જેથી તેમને એટમ સોલર રૂફ સાથે સપ્લાય કરી શકાય, જેનાથી જંગી પ્રદૂષણ કરતાં થર્મલ પાવરની જગ્યાએ ગ્રીન પાવર સ્રોતોને સક્ષમ કરી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.