રાજકોટ / ૪૨ હજાર કાગળના ટૂકડા જોડી ૧૦.૬ ફૂટના બનાવાયેલા રાષ્ટ્રધ્વજનો ૨૬મીએ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે

ગુજરાત
ગુજરાત

વિરાજબા જાડેજાએ વિદ્યાર્થીઓની મદદથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો
 
૨૨ દિવસની મહેનત બાદ રાષ્ટ્રધ્વજ બનીને તૈયાર થયો છે
 
રાજકોટઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ઉજવણી થનાર હોવાથી કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૪૨ હજાર કાગળના ટૂકડા જોડી ૧૦.૬ ફૂટનો રાષ્ટ્રધ્વજનો બનાવીને ૨૬મી જાન્યુઆરીના દિવસે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવશે, હાલ આ રાષ્ટ્રધ્વજ કલેક્ટર કચેરીમાં જ નિષ્ણાંત વિરાજબા જાડેજા દ્વારા તૈયાર થઈ ગયો છે. કાગળના ટૂકડાથી રાષ્ટ્રધ્વજ ૨૨ દિવસની મહેનત બાદ તૈયાર થયો. અગાઉ વિરાજબા જાડેજાએ ેંછઈમાં કાગળનો રાષ્ટ્રધ્વજ ૯.૫ ફૂટનો બનાવ્યો હતો.
 
વિદ્યાર્થીઓની મદદ લેવાઈ
 
રાષ્ટ્રધ્વજ તૈયાર કરી રહેલા વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ જાપાનીઝ પદ્ધતિ કહેવાય જેમાં માત્ર પેપરનો જ ઉપયોગ થાય છે. જાપનીઝ પદ્ધિતિમાં એ લોકો માત્ર કાગળનો જ ઉપયોગ કરે છે જે તે કૃતિ બનાવવામાં. મેં તે કલાકૃતિનો ઉપયોગ કરીને રાષ્ટ્રધ્વજ બનાવવાનું શરૂ કર્યું છે. લગભગ ૨૨ દિવસમાં બની બની ગયો છે.કાગળના ટુકડા બનાવવા માટે રાજકોટના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.