મોડાસાના પાદરની સીમમાં દીપડાએ ગાયનું મારણ કરતાં ખેડતોમાં ફફડાટ

સાબરકાંઠા
સાબરકાંઠા

મોડાસાના સરડોઈ વિસ્તારના પાદરની સીમમાં વિનુસિંહ ધુળસિંહ રાઠોડના ખેતરમાં દીપડાએ બાંધેલી ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

ગાયના મારણ ના સમાચાર મળતાં વનવિભાગના સરડોઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અજીતસિંહ એમ. મકવાણા, ટીંટોઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર પરેશભાઈ એમ. પટેલ,દધાલીયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એમ. એલ. રાઠોડ, રોજમદાર ભમ્મરસિંહ પુવાર, કરણભાઇ દેસાઈ વગેરેએ તાબડતોબ સ્થળ તપાસ કરી પંચનામું કર્યું હતું.

પશુપાલકોની માંગણીને પગલે આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની પણ વ્યવસ્થા કરાઇ હોવાનું આધારભૂત વર્તુળો મારફતે જાણવા મળેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.