ટાટા મોટર્સને VRL લોજિસ્ટિક્સ લિમીટેડ પાસેથી 1,300 કોમર્શિયલ વ્હિકલ્સનો ઓર્ડર મળ્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇ, 8 એપ્રિલ 2022: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ્સ ઉત્પાદક ટાટા મોટર્સને VRL લોજિસ્ટિક્સ લિમીટેડ પાસેથી 1300 કોમર્શિયલ વ્હિકલ્સનો ઓર્ડર મળ્યો છે. VRL લોજિસ્ટિક્સ લિમીટેડ ભારતમાં સરફેસ લોજિસ્ટિક્સમાં અગ્રણી છે અને દેશમાં તેના કોમર્શિલ વ્હિકલ કાફલાના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરનાર છે. આ ઓર્ડરમાં ટાટા મોટર્સના મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હિકલ અને ઇન્ટરમીડિયેટ અને લાઇટ કોમર્શિયલ વ્હિકલ રેન્જનો સમાવેશ થાય છે, જે ભારતભરમાં કંપનીના લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે અનુકૂળ છે.આ વ્હિકલ્સની પસંદગી ચડીયાતી ડ્રાઇવએબિલીટી, ઊંચી ઇંધણ ક્ષમતા અને માલિકીપણાના નીચા કુલ ખર્ચે આધારે કરવામાં આવી છે જે VRK લોજિસ્ટિક્સ લિમીટેડને તેના કાફલાની ક્ષમતા વધારવામાં મદદ કરશે.

આ પ્રસંગે ટિપ્પણી કરતા ટાટા મોટર્સના કોમર્શિયલ બિઝનેસ યુનિટના સેલ્સ એન્ડ માર્કેટિંગના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજેશ કૌલે જણાવ્યું હતુ કે,“VRL લોજિસ્ટિક્સ લિમીટેડ તરફથી 1300 વાહનોનો પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવતા અમને આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે અમારા વાહનો તેમની કામગીરીમાં ઘણું મૂલ્ય લાવશે. અમે, ટાટા મોટર્સમાં, માલિકીની સૌથી ઓછી કુલ કિંમત ઓફર કરવા માટે અમારા વાહનો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને અમારું બહોળું સર્વિસ નેટવર્ક દેશના ખૂણે-ખૂણે ઉદ્યોગમાં શ્રેષ્ઠ સર્વિસ સપોર્ટની ખાતરી કરશે. અમે VRL લોજિસ્ટિક્સ લિમીટેડ સાથે ફળદાયી ભાગીદારીની આશા રાખીએ છીએ. અને તેમની અંતરાય મુક્ત કામગીરી માટે શ્રેષ્ઠ સમર્થન આપશે.”

ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોને ‘પાવર ઓફ 6’ ફિલસૂફી પર ડિઝાઇન અને રચના કરવામાં આવ્યા છે, જે વર્ગમાં ડ્રાઇવિબિલિટી, ઓપરેશનની કુલ કિંમત, આરામ અને સગવડતા અને કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ શ્રેણી ફ્લીટ એજના સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ સાથે આવે છે જેથી શ્રેષ્ઠ ફ્લીટ મેનેજમેન્ટ માટે ટાટા મોટર્સના નેક્સ્ટ-જન ડિજિટલ સોલ્યુશન, અપટાઇમમાં વધુ વધારો કરવા અને માલિકીના કુલ ખર્ચમાં ઘટાડો કરી શકાય. ટાટા મોટર્સ તેની ફ્લેગશિપ પહેલ, સંપૂર્ણસેવા, રિપેર ટાઈમ એશ્યોરન્સ, બ્રેકડાઉન અસિસ્ટન્સ, ઈન્સ્યોરન્સ અને એક્સીડેન્ટલ રિપેરટાઈમ, એક્સટેન્ડેડ વોરંટી અને વાહનની જાળવણી અને જાળવણી માટે અન્ય એડ-ઓન સેવાઓ સહિતની સેવાઓનો સમૂહ પણ ઓફર કરે છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.