ટાટા મોટર્સ તેની ઈલેક્ટ્રિક એસયુવી સંકલ્પના CURVV

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઈ, 7મી એપ્રિલ, 2022: એસયુવી ડિઝાઈનના નવા યુગનો દાખલ બેસાડતાં ટાટા મોટર્સે આજે તેની ઈલેક્ટ્રિક એસયુવી સંકલ્પના CURVV પ્રદર્શિત કરી હતી. બેસુમાર ગતિશીલતા અને બેજોડ માર્ગ હાજરી સાથે વ્યવહારુતા અને મનોહરતા આપવા સંકલ્પના CURVV ટાટા મોટર્સની આધુનિક એસયુવી ટાઈપોલોજીનો દાખલો છે. આગામી બે વર્ષમાં બજારમાં ધામધૂમ મચાવવા અપેક્ષિત આ સંકલ્પના ભારતમાં અજોડ, ધારદાર અને રમતિયાળ કુપ બોડી સ્ટાઈલ રજૂ કરશે, જે ભૂતકાળમાં ઉચ્ચ કક્ષાના લક્ઝરી સેગમેન્ટમાં મોજૂદ નહોતી. તેના ઉત્પાદન તૈયાર અવતારમાં સંકલ્પના CURVV કંપનીના સતત ઉત્ક્રાંતિ પામતા ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) પોર્ટફોલિયોના વિસ્તાર તરીકે બજારમાં સૌપ્રથમ પ્રવેશ કરશે, જે ત્યાર પછી તેના ઈન્ટરનલ કમ્બશન એન્જિન (આઈસીઈ) સમોવડિયાઓ દ્વારા પાલન કરાશે.

ઈવેન્ટ ખાતે બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ. અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે “અમારો વર્તમાન વેપાર ટર્નઅરાઉન્ડ મેકિંગમાં ઈતિહાસ છે. વિક્રમી વેચાણથી લઈને અમારો બજાર હિસ્સો વધારવા સુધી ગત નાણાકીય વર્ષ અમારે માટે ચમત્કારથી બિલકુલ ઓછું નહોતું. અમે અમારા પોર્ટફોલિયોમાં પ્રોડક્ટોની અમારી શ્રેણી સાથે નં. 1 એસયુવી ખેલાડી તરીકે ઊભરી આવવા સાથે નાણાકીય વર્ષ 2021ની સામે 353 ટકાથી અમારા આજ સુધીના સર્વોચ્ચ ઈવી વેચાણ સાથે ઈવી અવકાશમાં અમારી વૃદ્ધિ કરવાનું પણ ચાલુ રાખ્યું છે.”

“વીતેલા અદભુત વર્ષ સાથે નવા નક્કોર વચન, નવાનક્કોર વિચાર અને નવીનક્કોર ડિઝાઈનને આ અદભુત ઈલેક્ટ્રિક એસયુવી સંકલ્પના CURVVમાં એકત્ર સમાવવા સાથે નવા વર્ષની ઉત્તમ શરૂઆત કરવાની ઘોષણા કરવામાં મને બેહદ ખુશી થાય છે. અમે આધુનિક કામગીરી અને ડિઝાઈનનું ઉત્તમ એકીકરણ એવા પ્રોડક્ટ વિકલ્પ સાથે ગ્રાહકોને અભિમુખ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના હાર્દમાં મજબૂત એસયુવી ડીએનએ અને ઘણા બધા નવા યુગનાં મટીરિયલ્સ, ફીચર્સ અને ઈન્ટરફેસ સાથે અમને વિશ્વાસ છે કે આ કુપ સંકલ્પના મુખ્ય પ્રવાહની એસયુવી ડિઝાઈનમાં નવો દાખલો બેસાડશે. ઉપરાંત CURVVની સંકલ્પના સાથે અમે જનરેશન 2 ઈવી આર્કિટેક્ચરમાં પ્રવેશ કર્યો છે, જે વર્તમાન અવરોધો પાર કરીને ભારતમાં ઈવી અપનાવવાનું વધુ બહેતર બનાવશે. આ નવા આર્કિટેક્ટર સાથે અમે હાઈજીન ઓફરિંગ તરીકે સુરક્ષા અને વિશ્વસનીયતા જાળવી રાખવા સાથે રેન્જ, પરફોર્મન્સ અને ટેકનોલોજીના મુખ્ય પાયાઓ મજબૂત બનાવીશું.”

ટાટા મોટર્સ ભારતીય એસયુવી બજારમાં આગેવાન હોઈ હંમેશાં ભારત માટે પ્રોડક્ટો વિકસાવવા સાથે ટેકનોલોજી અને ઈનોવેશનની સીમાઓને પાર કરી છે. સંકલ્પના CURVV આ વારસો આગળ લઈ જવા માટે આવી છે. લેસ ઈઝ મોરની ડિઝાઈન ફિલોસોફી સાથે આ સંકલ્પના પ્રગતિશીલ અને આધુનિક એસયુવી છે, જે કોમ્પ્લેક્સિટીમાં સિમ્પ્લિસિટી આલેખિત કરે છે. તેના ડાયનેમિક પ્રપોર્શન્સ સાથે આકર્ષક સિલ્હટ, ડિઝાઈનમાં ભિન્નતા અને મોકળાશભર્યા ઈન્ટીરિયર સાથે એસયુવી બેહદ મનોહરતા સાથે મજબૂત ગુણ પણ અભિવ્યક્ત કરે છે.

ઉપરાંત જનરેશન 2 ઈવી આર્કિટેક્ચર ઘણા બધા પાવરટ્રેન વિકલ્પો ઓફર કરવા એડવાન્સ્ડ, ફ્લેક્સિબલ અને સક્ષમ રહેશે. આ આર્કિટેક્ચર પર પ્રોડક્ટો ઝિપટ્રોન દ્વારા પાવર્ડ જનરેશન  પ્રોડક્ટ્સ દ્વારા સ્થાપિત વિશ્વસનીયતા અને ભરોસાપાત્રતાનાં ધોરણો જાળવી રાખીને ઉચ્ચ શ્રેણી પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યું છે.

આ ઉત્પાદન વર્ઝનમાં સંકલ્પના CURVV પ્રીમિયમ એસ્થેટિક સાથે બાંધછોડ કર્યા વિના ફંકશનલ ખૂબીઓને જોડતું વાહન માણવા માટે અસલ લાઈફસ્ટાઈલ મોબિલિટી સોલ્યુશન સાથે તેના ઉપભોક્તાઓને પૂરું પાડે તે ભારતમાં વાહનોના નવા ફાલમાં વધારો કરવા સાથે ઉપયોગની અભૂતપૂર્વ સદાબહારતા ગ્રાહકોને પૂરી પાડે છે. તે શહેરવાસીઓના તેજ ગતિના જીવન માટે ઉત્તમ અનુકૂળ છે, જેઓ ટૂંકામાં ટૂંકો ચાર્જ ટાઈમ, ઈન્ટરએક્ટિવ અને જ્ઞાનાકાર ઈન્ટરફેસીસ, ઝડપી પ્રતિસાદ અને ફીચર કમ્ફર્ટ તેમના રોજબરોજના જીવન સાથે તેમની કાર પાસેથી પણ સરાહના અને અપેક્ષા કરે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.