સીઆર પાટીલની મુલાકાત ટાણે કોંગ્રેસે કમળે રૂ.350નો ગેસ સિલિન્ડર 1050નો કર્યોનું ચિતરામણ કર્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

 6 એપ્રિલ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ભાજપના સ્થાપના દિનની હિંમતનગર મુલાકાતને ભવ્યાતિભવ્ય બનાવવા ભાજપ દ્વારા શહેરની વિવિધ દિવાલો પર કમળનુ નિશાન દોરવામાં આવ્યુ છે. રાહ જોઇને બેઠેલી કોંગ્રેસે 5મી એપ્રિલે આખી રાત માથે લઇ શહેરના પોલોગ્રાઉન્ડ, મહાવીરનગર, મોતીપુરા સહિતના વિસ્તારોમાં ભાજપે જેટલી જગ્યાએ દિવાલો પર કમળ દોર્યા હતા

તેની બાજુમાં જ ગેસ સીલીન્ડરની તૈયાર ડાઇથી રૂ.350ના ગેસ સીલીન્ડર રૂ.1050 ના કર્યા લખેલા ચિત્રો છાપી દીધા હતા.વહેલી સવારથી જ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગી કાર્યકરોએ આખી રાત શહેરમાં ભાજપ – કોંગ્રેસના દંગલનુ નિરૂપણ દિવાલ પર કરતા રહ્યા તેમને એકપણ જગ્યાએ પોલીસ મળી નહી.

ઊંઘતી ઝડપાયેલ પોલીસે કોંગ્રેસના કુમાર ભાટ અને ઇમરાન અલજીવાલાને ડીટેઇન્ડ કર્યા હતા.અને કોંગી કાર્યકરો પર સવારથી જ પોલીસના ફોન આવવા શરૂ થઇ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.