સરહદી થરાદ – વાવ પંથકમાં જોરદાર આંધી સાથે વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ, વાવ : થરાદ, વાવ, સુઇગામપંથકના ખોડા, ખારાખોડા, બેવટા ચોટપામાં ભારે પવન સાથે વરસાદ પડ્‌યો હતો. પાલનપુર સહિત વડગામ અને ભીલડી પંથકમાં પણ સાંજના સુમારે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. તેમજ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. પાલનપુરમાં પણ અમીછાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે તેજ પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ગરમી સાથેની આગાહી સાચી પડતાં બુધવારની સાંજે રાજ્યના અનેક જીલ્લાઓ સહિત બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જે કોરોનાના કહેર વચ્ચે ભર ઉનાળે વરસાદ સ્વરૂપે માઠા સમાચારમાં ફેરવાયો હતો. દક્ષિણ દિશામાંથી ભારે પવનના સુસવાટા સાથે પ્રથમ આંધી આવી હતી. જેની પાછળ પાછળ વરસાદના ઝાપટાં પણ પડ્‌યા હતા. વાતાવરણમાં શિતળતા પ્રસરતાં પ્રજાજનોએ ભારે રાહત અનુભવી હતી. બાળકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી. જો કે પહેલાં ભારે પવના સાથે ફુંકાયેલી આંધી (તળપદો શબ્દ વાવળ)ના કારણે થરાદ પંથકના ગામડાંમાં વૃક્ષો પણ ધરાશયી થયાં હતાં. અનેક ખેડુતો અને શ્રમજીવીઓનાં છાપરાં પણ ઉંચાનીચાં થવા પામ્યાં હતાં. થરાદ શહેર અને ગ્રામ્યવિસ્તારોની પ્રજાના ઘરોમાં ધુળના થર જામતાં પ્રજાજનોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્‌યો હતો. વિજપુરવઠો પણ લબુકઝબુક થવા પામ્યો હતો. ત્યારબાદ થરાદ શહેર ઉપરાંત તાલુકાના બેવટા, જાડરા, દીપડા, મોરથલ, નાનીપાવડ, લુવાણા(ક), દીદરડા, ભડોદર, સવપુરા, ભાપી, રામપુરા, જાણદી, ખોડા, દાંતીયા, શેરાઉ, રાંણેશરી, વાઘાસણ,મેસરા, વાંતડાઉ કમાલી, ભુરીયા, ઇઢાટા અને ભોરડુથી વડગામડા તથા આજુબાજુના ગામોમાં પવન સાથે ક્યાંક અમીછાંટણાં તો ક્યાંક એક ઇંચ જેટલો વરસાદ પણ વરસવા પામ્યો હતો. એક બાજુ બનાસકાંઠામાં કોરોનાના કહર વચ્ચે જોરદાર ઝાપટું ભારે પવન આવતાં ખેડુતોના ખેતરોમાં ઉભેલો બાજરી, જુવાર જેવા પાકને જમીનદોસ્ત કરતો ગયો હતો. જેને કારણે ખેડુતોની ચિંતા વધવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કુદરતની એક પછી એક થપાટ સરહદી જિલ્લાના ખેડુતોને નુકશાની નોતરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.