Viએ 31 દિવસની વેલિડિટીવાળા 327 અને 377 રૂપિયાના પ્લાન લોન્ચ કર્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

Vi (વોડાફોન આઈડિયા)એ પોતાના બે નવા પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનની કિંમત 327 રૂપિયા અને 377 રૂપિયા છે. આ પ્લાન 30 અને 31 દિવસની વેલિડિટીની સાથે આવે છે. બંને પ્લાનની સાથે Vi મૂવી અને ટીવીનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ટેલિકોમ ઓપરેટર્સ માટે આખા મહિનાની વેલિડિટીવાળા પ્લાન માટે કહેવામાં આવ્યું હતું. જિયો અને એરટેલ પહેલાથી જ 30 દિવસની વેલિડિટીવાળા પ્લાન લોન્ચ કરી ચૂક્યા છે.

327 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે ડેલી 100 SMS મળશે. આ પ્લાનમાં કુલ 25GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 30 દિવસની રહેશે. પ્લાનની સાથે Vi મૂવીઝ અને ટીવીનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. 337 રૂપિયાવાળા પ્લાનમાં પણ અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે ડેલી 100 SMS મળશે. આ પ્લાનમાં કુલ 28GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 31 દિવસની રહેશે. પ્લાનની સાથે Vi મૂવીઝ અને ટીવીનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.