![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/04/Rakhewal-83.jpg)
જિયો પછી એરટેલે પણ 30 દિવસની વેલિડિટીવાળા બે પ્લાન લૉન્ચ કર્યા
એરટેલે 296 રૂપિયા અને 319 રૂપિયાના રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે. આ બંને એરટેલ પ્રિપેઇડ રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલાં જ ‘ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા’ (TRAI)એ ટેલિકોમ કંપનીઓને મિનિમમ એક પ્લાન 30 દિવસની વેલિડિટી અને એક પ્લાન પૂરા એક મહિનાની વેલિડિટી સાથે રજૂ કરવા કહ્યું હતું, જેથી યુઝર્સને વધુ ફાયદો મળી શકે. અત્યારે ટેલિકોમ કંપનીઓ પોતાના મોટા ભાગના પ્લાન્સમાં 28 દિવસનો એક મહિનો ગણે છે.
296 રૂપિયાના એરટેલના પ્રિપેઇડ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 100 SMS અને કુલ 25GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.
319 રૂપિયાના એરટેલના પ્રિપેઇડ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથોસાથ 100 ડેઇલી SMS અને ડેઇલી 2GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 30 દિવસની રહેશે.
296 રૂપિયા અને 319 રૂપિયાના એરટેલ પ્રિપેઇડ રિચાર્જ પ્લાનમાં એડિશનલ બેનિફિટ્સ પણ છે. જેમ કે, એમેઝોન પ્રાઇમ વીડિયોનું 30 દિવસનું ફ્રી ટ્રાયલ, ત્રણ મહિના માટે અપોલો 24X7 સર્કલ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક પણ સામેલ છે. આ પ્લાનમાં વિંક મ્યુઝિકનો ફ્રી એક્સેસ પણ છે. નવા પ્લાન જાન્યુઆરી મહિનામાં ટ્રાઈએ આપેલા નિર્દેશનું પાલન કરે છે.