અભિનેતા રાજેશ ધરસની આર્થિક પરિસ્થતિ કથળતા માંગી મદદ

ફિલ્મી દુનિયા

મુંબઇ,
કોરોનાનો કહેર અને લોકડાઉનને કારણે જ્યાં દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, ત્યા નીચલા મધ્યમ વર્ગ અને મજૂરી કરીને ગુજરાન કરતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. રોજે રોજની કમાણી કરીને પેટીયુ રળતો આ વર્ગ પહેલાજ મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલ હતો તેવામાં આ મુશ્કેલીઓએ હાલત ખરાબ કરી દીધી છે. છેલ્લા કેટલીયે સમયમાં એક કરતા એક વરવા દૃશ્યો આપણી સામે ઉપસી આવ્યા છે જેમાં મજૂરો શહેરોમાંથી તેમના ઘરોમાં સ્થળાંતર થયેલ છે. મનોરંજન ઉદ્યોગમાં પણ મોટો ફટકો પડ્યો છે અને ઘણા કલાકારો સંઘર્ષ કરી રહ્યા છે. ટીવી સીરીયલ બેગુસરાયમાં શિવાંગી જાશીના પિતાની ભૂમિકા નિભાવનાર અભિનેતા રાજેશ ધરસ લોકડાઉનને કારણે જબરદસ્ત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રાજેશે એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકો પાસે આર્થિક મદદ માટે વિનંતી કરી રહ્યો છે. લોકડાઉનને કારણે તેના શોનું શૂટિંગ બંધ થઈ ગયું છે અને બે મહિનાથી વધુ લોકડાઉન થયા બાદ તેની સ્થતિ વધુ વણસી છે. તેણે લોકોને અપીલ કરી છે કે કોઈ માત્ર ૩૦૦-૪૦૦ રૂપિયા દાન આપે જેથી તે પંજાબમાં તેના ઘરે જઈ શકે અને કોઈ કામ શોધી શકે.
રાજેશે વીડિયોમાં કે વાત એ છે કે જા હું શરમ કરું તો આ જીવન ખૂબ ભારે થઈ જશે. મારે ફક્ત લોકોને એટલું જ કહેવુ છે કે મારે મદદની જરૂર છે. મારી પરિસ્થતિ ખૂબ નાજુક છે. લોકોને મારી વિનંતી છે કે જા કોઈ માત્ર ૩૦૦-૪૦૦ રૂપિયા આપે તો પણ મારી મોટી મદદ થશે કારણ કે શૂટિંગ ક્્યારે શરૂ થશે કશું જાણી શકાયું નથી. મને ખબર નથી કે મને કામ મળશે કે નહી. હું થાકી ગયો છુ મારે ગામડે જવુ છે કોઈ મારી મદદ કરો. મારે જીવવું છે તેણે આ પોસ્ટ સાથે તેના બેંક ખાતાની વિગતો અને ફોન નંબર પણ શેર કર્યો છે.મહત્વનું છે કે, ટીવી સીરિયલ બેગુસરાય વર્ષ ૨૦૧૫થી ૨૦૧૬ની વચ્ચે પ્રસારિત કરવામાં આવી હતી. આ શોમાં શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ જેવા સ્ટાર્સ પણ જાવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.