અનલોક-૧ ઘાતક બન્યુંઃ છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦૯ કેસ, ૨૧૭ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી: દેશમાં કોરોના અનલોક-૧ ઘાતક પુરવાર થઇ  હોય તેમ લોકડાઉન-૪ બાદ અપાયેલી વધારાની છૂટછાટ સરકાર અને લોકો માટે જાખમંકારક બની રહી હોય તેમ આજે બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં રેકોર્ડબ્રેક સમાન અત્યારસુધીમાં સૌથી વધારે ૮૯૦૯ જેટલા કેસો બહાર આવતાં ચાર-ચાર લોકડાઉન સફળ રહ્યાં કે કેમ તેવા સવાલો પણ થઇ રહ્યાં છે. કેમ કે છેલ્લાં ૫ દિવસમાં રોજેરોજ ૮- ૮ હજાર જેટલા કેસો બહાર આવ્યાં છે. માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખમાંથી બે લાખ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીના ૫૮ એવા વિસ્તાર છે જે હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૦૭,૬૧૫ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦૯ નવા કેસ નોંધાયા છે.
અલબત્ત, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૭૬ લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૧,૦૦,૩૦૩ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૮૧૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૧૪૯૭ એÂક્ટવ કેસ છે.
જ્યાં સૌથી વધારે કેસો બહાર આવે છે એ મહારાષ્ટÙમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૨૩૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૪૬૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.