![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/phpThumb_generated_thumbnail-1-1.jpeg)
આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં રાજય મંત્રીમંડળથી પ્રથમ કેબીનેટ બેઠક સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે મળી
રાજકોટ : અનલોક ૧ અંતર્ગત ૧ જૂન થી સરકારી કચેરીઓ અને મંત્રીશ્રીઓ ની કચેરીઓમાં કાર્યારંભ ફરી પૂર્વવત થયા બાદ આજે બુધવારે મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને રાજય મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો ના પાલન સાથે સ્વર્ણિમ સંકુલમાં મળી હતી. આ અગાઉ લોક ડાઉન ના અકિલા સમય દરમ્યાન પણ પ્રજા હિત ના નિર્ણયો અને જનકલ્યાણ કામો તેમજ આરોગ્ય વિષયક બાબતો સહિત ના કામકાજ માટે મંત્રી મંડળ ની ૬ બેઠક વીડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી યોજાઈ હતી જેમાં મુખ્ય મંત્રીશ્રી નાયબ મુખ્ય અકીલા મંત્રીશ્રી અને ગૃહ રાજય મંત્રીશ્રી ગાંધીનગર થી અને અન્ય મંત્રીશ્રીઓ પોતાના જિલ્લાની કલેકટર કચેરીઓ થી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ માં જોડાતા હતા આજે મંત્રી મંડળ ના સૌ મંત્રીશ્રીઓ પ્રત્યક્ષ આ કેબિનેટ બેઠક માં સહભાગી થયા છે.