હીરો મોટોકોર્પે તેના સ્કૂટરના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો નવી ડેસ્ટિની 125 ‘XTEC’ લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સ્કૂટર સેગમેટમાં તેની આક્રમક વૃદ્ધિની વ્યૂહરચનાને વળગી રહેતાં મોટરસાઈકલ અને સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પે નવી ડેસ્ટિની 125 ‘XTEC’ આજે લોન્ચ કરી હતી.

નવી મનોહર ડેસ્ટિની 125 ‘XTEC’માં ઘણી બધી નવી ડિઝાઈન અને થીમ એલીમેન્ટ્સ તેના આકર્ષણમાં ઉમેરો કરે છે. નવા LED હેડલેમ્પ્સ, બહેતર રેટ્રો ડિઝાઈન અને નિર્વિવાદ ક્રોમ એલીમેન્ટ્સ ગુણનું શક્તિશાળી ભાન કરાવે છે. નવો સ્વર્ણિ રંગ નેક્સસ બ્લુ સમકાલીન અર્બન મોબિલિટીમાં આકર્ષક સ્ટેટમેન્ટનો ઉમેરો કરે છે.

બહેતર ટેકનોલોજીની વિશિષ્ટતાઓ, જેમ કે, હીરોની ક્રાંતિકારી i3S ટેકનોલોજી (આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ), ફ્રન્ટ USB ચાર્જર, કોલ અને એસએમએસ એલર્ટસ સાથે બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે નવું ડિજી એનાલોગ સ્પીડોમીટર, સાઈડ- સ્ટેન્ડ એન્જિન કટ- ઓફફ અને સીટ બેકરેસ્ટ વધુ આરામ અને બહેતર સવારીનો અનુભવ આપે છે.

ડેસ્ટિની 125 ‘XTEC’ દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશિપ્સ ખાતે STD વેરિયન્ટ માટે INR 69,900*ની અને ડેસ્ટિની 125 XTEC  INR 79,990*ની આરંભિક કિંમતે મળશે.

હીરો મોટોકોર્પના સ્ટ્રેટેજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનિંગના હેડ માલો લી મેસને જણાવ્યું હતું કે, XTEC ટેકનોલોજી પેકેજે નવી ટેકનોલોજી માટે સિગ્નેચર હોઈ અને સેગમેન્ટમાં પ્રથમ ફીચર હોઈ પોતાને માટે નામ બનાવવાનું શરૂ કર્યું છે. અમે ઉત્તમ સફળતા સાથે ગ્લેમર 125, પ્લેઝર + 110 પર XTEC એડિશન્સ રજૂ કરી છે અને આજે ડેસ્ટિની 125 પર, જે તેની લોકપ્રિયતાને વધુ મજબૂત બનાવશે. ડેસ્ટિની XTEC ક્રોમ સ્ટ્રિપ દ્વ્રારા સાઈન્ડ તેના હેન્ડલ કવર, મનોહર સ્પીડોમીટર આર્ટવર્ક, એમ્બોસ્ડ બેકરેસ્ટ થકી ક્લાસિક મનોહરતાની છાંટને તેના LED હેડલેમ્પ અને બ્લુટૂથ કનેક્ટિવિટી થકી ભરપૂર ટેકનોલોજી સાથે જોડે છે. જો તમે સ્માર્ટ એવો સમકાલીન પ્રવાસ જોતા હોય તો ડેસ્ટિની 125 XTEC એડિશન તમારે માટે જ છે!”

હીરો મોટોકોર્પના ચીફ ગ્રોથ ઓફિસર રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે “ડેસ્ટિની 125 સ્કૂટર ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ધરાવે છે. અજોડ અનુભવની વાટ જોતા રાઈડરો બહુમુખી હીરો ડેસ્ટિની 125 XTEC તરફ આકર્ષાઈને રહેશે. નવી ડેસ્ટિની 125 XTEC અમારી એકધારી ટેકનોલોજિકલ પ્રગતિ બતાવે છે અને મેસ્ટ્રો એજ 125 કનેક્ટ અને પ્લેઝર+ XTEC સહિત અમારી અન્ય મુખ્ય સ્કૂટર પોર્ટફોલિયો બ્રાન્ડ્સ પછી પાલન કરે છે. હવે નવા  ‘XTEC અવતાર’માં હીરો ડેસ્ટિની 125એ તેના સેગમેન્ટમાં ફરી એક વાર રોમાંચ વધાર્યો છે. કમ્ફર્ટ અને સ્ટાઈલિંદ પર સ્પષ્ટ ફોકસ સાથે ડિઝાઈન કરાયેલી નવી હીરો ડેસ્ટિની 125 XTEC નિશ્ચિત જ દેશમાં અમારા સ્કૂટરના પોર્ટફોલિયોને મજબૂત બનાવશે.”

 રૂપરેખાડેસ્ટિની 125 XTEC

LED હેડલેમ્પ

નવા LED હેડલેમ્પ અભૂતપૂર્વ ઈલ્યુમિનેશન પૂરું પાડે છે. નવા હેડલેમ્પ લાંબા અને પહોળા રસ્તાની પહોંચ અને એટ- ફોગ લાભ સાથે વધુ હલકી ઘનતાની ખાતરી રાખવા બધી ડ્રાઈવિંગની સ્થિતિઓમાં મહત્તમ ઓન-રોડ વિઝિબિલિટી પ્રદાન કરે છે.

આકર્ષક મોડર્ન રેટ્રો સ્ટાઈલ

નવી ડેસ્ટિની 125 XTECમાં અનેક પ્રીમિયમ ક્રોમ એલીમેન્ટ્સ છે, જે સ્કૂટરના મજબૂત રેટ્રો ગુણને અધોરેખિત કરે છે. મિરર્સ, મફફલર પ્રોટેક્ટર અને હેન્ડલબાર પર ક્રોમ એડિશન્સ સ્ટાઈલ અને ડ્યુરેબિલિટીમાં યોગદાન આપે છે. ‘XTEC’ બેજિંગ, ડ્યુઅલ ટોન સીટ અને કલર્ડ ઈનર પેનલ્સ સ્કૂટરને તેના એકંદર દેખાવની દ્રષ્ટિએ શક્તિશાળી હાજરી આપે છે.

બહેતર કમ્ફર્ટ

પ્રવાસ લાંબો હોય કે મારા રોજના શહેરી માર્ગ થકી ઝિપિંગ કરવાનું હોય, પિલિયન માટે બ્રાન્ડેડ સીટ બેકરેસ્ટ ઉચ્ચ ગુણવત્તાના કમ્ફર્ટનું વચન આપે છે.

કનેક્ટિવિટી

ડેસ્ટિની 125 XTEC સાથે રાઈડર વાહન અને કનેક્ટિવિટી ફંકશન્સને ઝડપથી અને સુવિધાજનક રીતે એક્સેસ કરી શકે છે. બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે નવું ડિજિટલ એનાલોગ સ્પીડોમીટર ઈનકમિંગ અને મિસ્ડ કોલ એલર્ટસ, ન્યૂ મેસેજ એલર્ટસ, RTMI  સાથે ટાઈમિંગ્સ અને લો ફ્યુઅલ ઈન્ડિકેટર પ્રદર્શિત કરે છે. તેમાં ફ્રન્ટ USB ચાર્જિંગ પોર્ટ પણ છે.

નવી કલર થીમ

સાત આકર્ષક રંગોમાં ઉપલબ્ધ નેક્સસ બ્લુ ખાસ ડેસ્ટિની 125XTEC માટે નિર્માણ કરવામાં આવી છે, જે વઘુ બહેતર એક્સક્લુઝિવિટીની ખાતરી રાખે છે.

એન્જિન

ડેસ્ટિની 125XTEC 125cc BS-VI કોમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવે છે, જે 9 BHP @ 7000 RPMનું નોંધપાત્ર પાવર આઉટપુટ અને હાઈ પરફોર્મન્સ રાઈડ માટે 10.4 NM @ 5500નું ટોર્ક ઓન ડિમાન્ડ પેદા કરે છે. પરફોર્મન્સ અને કમ્ફર્ટમાં બ્રાન્ડના વચનને પહોંચી વળતાં નવી ડેસ્ટિની 125XTEC બહેતર ઈંધણ કાર્યક્ષમતા માટે i3S પેટન્ટેડ ટેકનોલોજી સાથે આવે છે.

સુરક્ષા

રાઈડર અને પિલિયન માટે પણ સૌથી વધુ સુરક્ષાની ખાતરી રાખતાં સ્કૂટર સાઈડ- સ્ટેન્ડ વિઝ્યુઅલ ઈન્ડિકેશન અને ‘સાઈડ- સ્ટેન્ડ એન્જિન કટ-ઓફફ’ ધરાવે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.