એસટી બસમાં મુસાફરોની સંખ્યા લાખોમાંથી હજારોમાં આવી ગઈ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોના કહેર અથાવત્ છે. દરરોજ ૩૦૦થી ૪૦૦ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં સતત લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં લોકડાઉનના પગલે તમામ વેપાર-ધંધા તેમજ સેવાઓ બંધ હતી. પરંતુ લોકડાઉન-૪ અને ૫માં રાજ્ય સરકારે શરતો સાથે લોકડાઉન હળવું કરી નાખ્યું છે. હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તમામ વેપાર-ધંધા ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનાથી બંધ પડી રહેલી એસટી બસ પણ હવે શરૂ કરી દેવામાં આવી છે. અનલોકના પહેલા દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી અંદાજે ૯૦ હજારથી વધુ મુસાફરોએ એસટી બસની સવારી કરી છે.

સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં દરરોજ ૨૦થી ૩૦ લાખ લોકો એસટી બસનો ઉપયોગ કરે છે. પરંતુ કોરોનાના કહેર વચ્ચે મુસાફરોની સંખ્યા પણ નક્કી કરેલી હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. ૧ જૂન સોમવારના રોજ ૬૬૨૭ મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, ત્યાર બાદ મંગળવારે બપોરના સમય સુધીમાં વધુ ૭૮૧૭ લોકોએ ઓનલાઈન મોબાઈલ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. જ્યારે અન્ય મુસાફરોએ સ્ટેશન પર જઈને ટિકિટ ખરીદી હતી.

એસટી બસમાં મુસાફરી કરવા માટે પ્રવાસીઓએ પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરાવી પડે છે ત્યાર બાદ તેઓ જે તે સ્ટેશન પર જઈને પોતાની ટિકિટ મેળવી શકે છે. બસમાં ૩૦ ટકાથી વધુ મુસાફરો બેસી શકતા નથી તેમજ બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કનો ઉપયોગ પણ ફરજિયાત છે. સાથે જ રાજ્યમાં જે સ્થળો કન્ટેઈનમેન્ટ હેઠળ છે તે સિવાય અન્ય વિસ્તારોમાં જ બસની અવર-જવર થાય છે.

અનલોકના પ્રથમ દિવસે બસની મુસાફરી કરવા માટે પ્રવાસીઓને ખુબ જ રાહ જોવી પડી હતી. બીજી તરફ અમદાવાદમાં પણ બસમાં બેસ્યા પહેલા મુસાફરા સ્ક્રિનીંગની પણ વ્યવસ્થા પુરતી કરવામાં આવી ન હતી. ગાંધીનગર એસટી સ્ટેન્ડથી અમદાવાદ સહિતના પોઈન્ટ માટે ૩૦ બસો દોડાવવામાં આવી હતી. જોકે તેમા પણ મોટાભાગના સરકારી કર્મચારીઓ બસની મુસાફરી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.