બનાસકાંઠાઃ પાંચ યુવતિ સહીત એકસાથે ૯ કોરોના કેસ આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં આજે એકસાથે ૯ નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે જીલ્લામાં પાંચ યુવતિ અને ચાર પુરૂષ સહિત ૯ કેસ સામે આવ્યા છે. જેમાં દીયોદરમાં ૭, ડીસામાં ૧ અને લાખણીમાં ૧ મળી કુલ ૯ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે નોંધાયેલા તમામ નવા દર્દીઓએ તાત્કાલિક અસરથી સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

બનાસકાંઠા જીલ્લાના દીયોદર, ડીસા અને લાખણીમાં કોરોનાના નવા ૯ કેસ સામે આવ્યા છે. જેમાં દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે લુહાર ભારતીબેન કરશનભાઇ (ઉ.૨૧), ઠાકોર સુરેશભાઇ રાજુભાઇ(ઉ.૨૪), ઠાકોર સુરેખાબેન ગોવિંદભાઇ(ઉ.૨૬), દિયોદર તાલુકાના સોની ગામે પરમાર હેત્તલબેન પ્રકાશભાઇ(ઉ.૨૫), ઠાકોર વનરાબેન સિધ્ધરાજભાઇ(ઉ.૨૬), દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામે કાનજીભાઇ રૂપાભાઇ બારોટ (ઉ.૨૫) અને દીયોદર શહેરમાં ઠાકોર ગોડાભાઇ કરશનભાઇ(ઉ.૩૫) સહીત દીયોદર તાલુકામાં કુલ ૭ કેસ સામે આવ્યા છે.

આજે નોંધાયેલા નવ કેસોમાં લાખણીના ઠાકોર અંતરાબેન મહેભાઇ (ઉ.૨૧) અને ડીસા કયુમભાઇ બરકતઅલી ખોખર(ઉ.૩૦)નો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ સાથે બનાસ મેડિકલ કોલેજમાં સાંચોર રાજસ્થાનના વિજયભાઇ પારસમલ જૈન(ઉ.૩૫)-નું સેમ્પલ લેવાયા બાદ તેમનો રીપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં કોરોના પોઝિટીવનો આંકડો ૧૨૩ પર પહોંચી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.