વનપ્લસ 10 પ્રો લોન્ચ, આ પ્રીમિયમ સ્માર્ટફોન 32 મિનિટમાં 0થી 100% ચાર્જ થશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વનપ્લસે ભારતીય માર્કેટમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન વનપ્લસ 10 પ્રો લોન્ચ કર્યો. ફોનમાં સ્નેપડ્રેગન 8 જનરેશન 1 ચિપસેટ આપવામાં આવી છે. તે જૂના મોડલની તુલનામાં વધારે સારી ક્વોલિટીવાળા એમોલેડ ડિસ્પ્લેથી સજ્જ છે. પ્રીમિયમ સેગમેન્ટના આ સ્માર્ટફોનની ભારતીય માર્કેટમાં સીધી ટક્કર સેમસંગ ગેલેક્સી S22 સિરીઝ અને આઈફોન 13 સિરીઝ સાથે થશે. કંપનીએ સ્માર્ટફોનની સાથે વનપ્લસ બડ્સ પ્રો પણ લોન્ચ કર્યા છે.

ફોનના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 66,999 રૂપિયા અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત 71,999 રૂપિયા છે. ફોનમાં એમરાલ્ડ ફોરેસ્ટ અને વોલ્કેનિક બ્લેક કલરના બે ઓપ્શન મળશે. ગ્લોબલ માર્કેટમાં ફોનની પ્રારંભિક કિંમત 899 યુરો (લગભગ 75,000 રૂપિયા) છે. ભારતમાં તેનું વેચાણ 5 એપ્રિલથી શરૂ થશે.

ફોન ડ્યુઅલ નેનો સિમને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 12 બેસ્ડ OxygenOS 12.1 પર રન કરે છે. તેમાં 6.7 ઈંચની QHD+ (1,440×3,216 પિક્સલ) ફ્લુઈડ એમોલેડ ડિસ્પ્લે છે. તે સેકન્ડ જનરેશનના લો ટેમ્પરેચર પોલીક્રિસ્ટલાઈન ઓક્સાઈડ (LTPO) ટેક્નોલોજી પર આધારિત છે. ફોનની ડિસ્પ્લેનો ડાયનામિક રિફ્રેશ રેટ 1Hz અને 120Hzની વચ્ચે છે. સ્ક્રીનને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 8 જનરેશન 1 ચિપસેટથી સજજ અને 12GB સુધી LPDDR5 રેમ આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ કરવામાં આવ્યા છે. તેમાં 48MP (મેગાપિક્સલ)નો સોની IMX789 પ્રાઈમરી સેંસર છે, જેમાં f/1.8 લેન્સ અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) છે. તેની સાથે 50MP (મેગાપિક્સલ)નો સેમસંગ ISOCELL JN1 અલ્ટ્રાવાઈડ શૂટર પણ સામેલ છે જેમાં 150 ડિગ્રીનો ફીલ્ડ ઓફ વ્યુ છે. ત્રીજો લેન્સ 8MP ટેલિફોટો શૂટર છે જેને OIS સપોર્ટની સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. સેલ્ફી માટે તેમાં 32MPનો સોની IMX615 કેમેરા સેંસર આપવામાં આવ્યો છે.

ફોનમાં 256GB સુધી UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE,વાઈફાઈ 6, બ્લુટુથ v5.2,GPS/A-GPS, NFC અને USB ટાઈપ-સી પોર્ટ સામેલ છે. ફોન આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસરની સાથે આવે છે. ફોનમાં 5000mAh ડ્યુઅલ સેલ બેટરી છે જે 80W સુપર વાયર્ડ ચાર્જિંગ અને 50W એરવૂસ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની 32 મિનિટમાં 0થી 100 ટકા ચાર્જ કરવાનો દાવો કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.